પત્નીએ નોકરી કરવાનું કહ્યું તો પતિએ કારણ પૂછ્યું? પત્ની નો જવાબ સાંભળીને પતિ...

ખાસ કરીને મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે પત્ની હાઉસવાઈફ તરીકે ઘરમાં કામ કરતી હોય છે તો પતિ ઓફિસે જતો હોય છે.

પરંતુ શું પત્ની નોકરી કરી શકે? પત્નીને કોઈ દિવસ ઈચ્છા થાય કે તેને પણ નોકરી કરવી છે તો આનો શું જવાબ મળે. ઘણી વખત તો પત્ની કહેતી હોય છે કે તે ભણેલી-ગણેલી હોવા છતાં પોતાના પરિવાર માટે પોતાની નોકરી કહો કે કેરિયર દરેકનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે.

આજે આપણે જે સ્ટોરી જણાવવાના છીએ તે પણ કંઈક આવી જ છે, પતિ અને પત્ની વચ્ચે નોકરી ને લઈને થોડી રકઝક થાય છે. પણ આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચવા જેવી છે...

“હું થાકી ગઈ મને પણ હવે નોકરી કરવી છે, બસ!” ખૂબ જ કઠણ અવાજ કરીને પત્નીએ તેના પતિને કહ્યું. તો પતિએ જવાબમાં કહ્યું કે પણ શું કામ? તને આખરે શું ખામી છે આ ઘરમાં તો તારે નોકરી કરવી છે. આખરે એવું શું થઇ ગયું કે તને નોકરી કરવાનું મન થઇ ગયું?

પત્નીએ ગળુ ચોખ્ખું કરી ને કહ્યું કે કારણ કે હું જાણું છું કે જો રજા જોઈતી હોય તો તમે ઓફિસમાં કામ કરો ઘરમાં નહીં. પગાર વગર જ બધાનો ગુસ્સો સહન કરો આટલા બધા બોસ કરતાં તો સારું છે કે હું નોકરી કરું છું અને ઇન્ડિપેન્ડન્ટ રહુ. રજા પણ મળશે, ઘરમાં મારો રોબ પણ રહેશે. અને મારી ડિગ્રીઓ પણ ધૂળ નહીં ખાય. સાંભળ્યું હતું કે જેઓ જીવનમાં મહત્વકાંક્ષી હોય તે રોટલી કમાય છે બનાવતા નથી. આખો દિવસ કામકાજમાં રચી પછી રહેનારી પોતાના ઘડતરમાં સમય આપતી નથી માટે તેને ગઈ ગુજરી સમજવામાં આવે છે.

કામવાળી બાઈ પણ પોતાનો રોબ જમાવે છે. રજાઓ લે છે, સરખું કામ કરે કે ન કરે પૂરેપૂરા પૈસા લે છે પરંતુ હું, હું શું છું? મને ક્યારેય કોઈ છુટ્ટી નહીં. કોઈ વખાણ નહીં મારી કોઈ કદર નહિ અને મારા પાસેથી અપેક્ષાઓ નો તો અંત જ નહીં.

હું આખરે શું છું એક મામૂલી હાઉસવાઇફ જ ને. પતિએ કહ્યું કે ના રે ના તું તો આપણા ઘરની બોસ છો. પરંતુ હા તારામાં થોડી ખામી છે કે તું ઓર્ડર ની જગ્યાએ રીક્વેસ્ટ કરે છે, ખીજાવાની જગ્યાએ પોતે જ નારાજ થઈ જાય છે, ગુસ્સા કરવાવાળા લોકોને બહારનો રસ્તો દેખાડો ની જગ્યાએ મનાવવાની કોશિશ કરે છે.

નોકરી કરીને રોજ સરસ મજાના તૈયાર થઈને બહારની દુનિયાને પોતાનો કારણ બનાવીને પોતાના માટે જીવવું સહેલું છે પરંતુ પોતાની જાતને ભૂલી જઈને પોતાના લોકો ની સાર સંભાળ રાખવી એ આસાન કામ નથી.

પોતાના ભૂલીને બધાનું ધ્યાન રાખવું, હકીકતમાં તો મારે તને એક વાત કહેવી છે તો હાઉસ વાઈફ નહીં પરંતુ હાઉસ મેનેજર છે. જો તું ઘરને મેનેજ ન કરતી હોય તો અમે બધા વિખેરાઈ જઈશું, અમારા બધાની ટેવ તે બગાડી છે. અમે ગમે તે વસ્તુઓ ગમે તે જગ્યા પર નાખી દઈએ છીએ જેમકે શુઝ, કપડા કહો કે વાસણ. તું બસ બધું સરખી જગ્યા પર રાખતી રહી, ક્યારેક તો ખીજાય જવું હતું ને!

આટલું કહીને પતિએ કહ્યું કે હવે તો સાચે હું તારી હેલ્પ કરીશ, ચલ હું તને આ વાસણ ધોઈ આપું છું. અને આટલું કહીને હજી તો ત્યાં સિંક માં પડેલા વાસણોને પતિ હાથ લગાવે છે કે તરત જ પત્ની નારાજ થઈ જાય છે અને તેના પતિને કહે છે કે સારું તો હવે તમે આ બધું પણ કરશો?

હું તમને મારા પતિના રૂપમાં જોવા ઇચ્છું છું, કોઈ જોરુ ના ગુલામ તરીકે જોવા ઈચ્છતી નથી. પતિએ કહ્યું કે અચ્છા ઠીક છે વાસણ નથી કરતો પરંતુ હા આજે સાંજે ખાવાનું ન બનાવતી આપણે બહારથી મંગાવી લઈશું.

અચ્છા શું ઓર્ડર કરશો? પત્નીએ પૂછ્યું તો પતિએ જવાબ આપ્યો કે પીઝા મંગાવી લઈશું. અચ્છા કિંમત સાંભળીને ફરી પત્નીએ કહ્યું કે આ ફાલતું ના ખર્ચાઓ ન કરો, ઘરમાં બનેલું શુદ્ધ ખાવાનો આગ્રહ રાખો.

આ સાંભળીને પતિએ કહ્યું કે, તો પછી તું શું ઈચ્છે છે? ક્યારેક ક્યારેક તને મદદ કરવા ઇચ્છું છું તો એ પણ કરવા દેતી નથી અને મને ફરિયાદ પણ કર્યા કરે છે.

પત્નીએ કહ્યું કાંઈ નહીં બસ મને પણ ગુસ્સો આવી શકે છે, મને પણ થાક લાગી શકે છે, હું પણ કોઈ દિવસ બીમાર પડી શકો છો. બસ મારે કંઈ જ જોઈતું નથી પરંતુ જો ક્યારેક ક્યારેક આ રીતે થોડો ગુસ્સો કરું, તો તમે એવી જ રીતે સહન કરી લેજો જે રીતે હું બધાને સહન કરું છું. મારો હક તો માત્ર તમારી ઉપર જ છે.

એક જ શ્વાસે જાણે તે કેટલું બધું બોલી ગઈ, પતિએ શબ્દોમાં જવાબ આપવાનું પસંદ જ ન કર્યુ. માત્ર તેની પાસે જઈને તેને વ્હાલ થી ભેટી પડ્યો.


પતિ અને પત્ની બંને મરક-મરક હસવા લાગ્યા.

આપણને બધાને ગર્વ થવો જોઈએ કે દરેક ગૃહિણીઓ એ હાઉસવાઈફ નહીં પરંતુ હાઉસ મેનેજર છે.

આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં સ્ટોરી ને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ જરૂરથી આપજો.!

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team