PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન કે જેને વંદે ભારત એક્સપ્રેસ ના નામથી જાણવામાં આવે છે તેનું ઉદઘાટન કર્યું છે. આ મોકે પ્રધાનમંત્રી એ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલાને લઈને દુશ્મન દેશ ને મજબૂત સંદેશો આપતા કહ્યું હતું કે આતંકના જવાબદાર લોકોએ આની કિંમત ચૂકવવી પડશે.

ગઈકાલે ગુરૂવારે થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને પ્રધાનમંત્રીએ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને કહ્યું હતું કે તેઓએ દેશની સેવા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ, શહીદોના પરિવારની સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશના સૈનિકો ના શૌર્ય ઉપર અને તેની બહાદુરી પર પૂરે પૂરો ભરોસો છે.

તદુપરાંત તેને જણાવ્યું કે દેશમાં આક્રોશ છે, અને લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. તેઓએ કહ્યું કે આતંકીઓના વડાઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. અને આ હુમલાને અંજામ દેવા વાળા ને તેની સજા જરૂર મળશે.

તેઓએ કહ્યું કે આ સમયે દેશમાં કંઇક કરી બતાવવાની ભાવના છે.

તેઓએ ઉમેર્યુ કે સુરક્ષાબળોને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકી સંગઠનો અને તેમના વડાઓ ને એ જણાવવા ઈચ્છે છે કે તેઓ બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે. આની ખુબ મોટી કિંમત ચૂકવવી પડશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts