જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ વિમાનો એ પાકિસ્તાનમાં જઈને એર strike કરી હતી. અને વાયુસેનાએ રાત્રે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો નો ખાતમો બોલાવવા 1000 કિલો બૉમ્બ વરસાવ્યા હતા.
આ ઘટનાથી દરેક દેશવાસીઓમાં રહેલી બદલાની ભાવના ને શાંતિ મળી હતી એમ પણ કહી શકાય, કારણ કે આપણા જવાનો ની શહીદીનો બદલો ચોક્કસ લેવામાં આવશે એવું પ્રધાનમંત્રીએ સંબોધ્યું હતું, અને આખરે એરફોર્સ એ બદલો લીધો પણ ખરો.
અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે સમયે એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને બોમ્બ વરસાવવામાં આવી રહ્યા હતા, તે સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આખી ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. અને એટલું જ નહીં તેઓ આખી રાત સુતા હતા નહિ.

Source: Facebook
અને ત્યાં સુધી કે બધા પાયલોટ આતંકવાદીઓના કેમ્પ નો નાશ કરીને ઘરે પાછા વિના નુકસાનને પહોંચી ગયા ત્યારે જ નરેન્દ્ર મોદી રિલેક્સ થયા હતા.