10 વર્ષના લગ્નજીવન પછી છુટાછેડા આપ્યા પણ જેવી પત્ની સામાન લેવા આવી કે…

પારસ અને પૂર્વી ને આજે છૂટાછેડાના કાગળ મળી ગયા હતા. બન્ને સાથે જ કોર્ટની બહાર નીકળ્યા, બન્નેના પરિવાર વાળા તેઓની સાથે જ હતા અને તેઓના મોઢા ઉપર શાંતિ અને જીત થયાના હાવભાવ દેખાઈ રહ્યા હતા. આખરે ત્રણ વર્ષ ના લાંબા ઝઘડા પછી આજે ફેસલો આવી ગયો હતો.

દસ વર્ષ થઇ ગયા હતા લગ્નને પરંતુ સાથે તો તેઓ સાત વર્ષ જ રહી શક્યા હતા કારણકે ત્રણ વર્ષ તો છૂટાછેડાની કાર્યવાહી માં થઈ ગયા.

પૂર્વી ના હાથ માં એ સામાનની લિસ્ટ હતી છે તેને પારસ ના ઘરેથી લેવાનું હતું. અને પારસ ના હાથમાં પણ એક કાગળ હતો જેમાં દાગીના ની લિસ્ટ કરેલી હતી જે પૂર્વી પાસેથી લેવાના હતા.

ફેસલો થયા પછી કોર્ટનો એ પણ આદેશ હતો કે પારસે 10 લાખ રૂપિયા ની રકમ પૂર્વીને ચૂકવવી પડશે.

પારસ અને પૂર્વી એક જ વાહનમાં બેસીને પારસ ના ઘરે પહોંચ્યા. પૂર્વીને જે સામાન મળવાનો હતો તેની ચકાસણી કરવાની હતી.

આથી તે લગભગ ત્રણ વર્ષ પછી પોતાના સાસરે જઈ રહી હતી. એ પણ છેલ્લી વખત, બસ આના પછી તેને ક્યારે પણ ત્યાં આવવાનું ન હતું.

ઘરમાં અંતે ત્રણ જણા જ બચ્યા હતા. પારસ, પૂર્વી અને પૂર્વી ના મમ્મી.

પારસ પહેલેથી જ ઘરમાં એકલો રહેતો હતો મા-બાપ અને મોટાભાઈ આજે પણ ગામડામાં જ રહેતા હતા.

પારસ અને પૂર્વી નો એકનો એક દીકરો કેજે હાલમાં છ વર્ષનો હતો તેને કોર્ટના નિર્ણય અનુસાર પૂર્વી પાસે રહેવાનું હતું. અને પારસ મહિનામાં એક વખત તેને મળી શકે છે.

જેવો પૂર્વી એ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ પોતાની જૂની યાદ તાજી થઈ ગઈ, કેવી મહેનતથી તે ઘર પૂર્વી એ સજાવ્યું હતું. એક એક વસ્તુ માં જાણે પોતાની જાન લગાવી દીધી હતી. દરેક વસ્તુઓ તેની આંખ સામે જ બની હતી એક એક થી લઈને આખું ઘર બનતું જોયું હતું પૂર્વી એ.

આ પૂર્વી ના સપનાનું ઘર કહો તો પણ ચાલે. પહેલેથી જ તેને ઘર લેવાની ઇચ્છા હતી અને પારસ છે તેનું આ સપનું પૂરું કર્યું હતું. તે હજુ તો કર જોઈ રહી હતી ત્યાં પારસ થાકી ગયો હોવાથી સોફા માં લાંબો થઈને સૂઈ ગયો.

સુતા સુતા તે બોલ્યો લઈ લે તારે જે પણ કંઈ જોતું હોય તે, હું તને રોકીશ નહીં.

આશરે ત્રણેક વર્ષ પછી પૂર્વી એ હવે ધ્યાનથી પારસ ને જોયો કેટલો બધો બદલાઈ ગયો હતો. વાળમાં પણ ફેરફાર થઈ ગયો હતો શરીર પણ દુબળો પડી ગયું હતું. જાણે કે ત્રણ વર્ષમાં ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ હોય તેઓ ચહેરો ઉદાસ અને પડી ગયેલો હતો.

તેનો મોટાભાગનો ન વપરાયેલો સામાન તે સ્ટોરરૂમમાં રાખતી હતી, આથી તે સ્ટોર રૂમ તરફ જવા આગળ વધે. ઘર ફેરવ્યા પછી બધું જૂની ફેશન હોવાથી ઘણી બધી વસ્તુ એમને એમ જ રાખી દીધી હતી.

બંનેના પ્રેમ લગ્ન થયા હતા, પહેલા તો ઘરવાળાઓ પણ વિરોધ કરી રહ્યા હતા પછી ગમે તેમ મન મનાવી લીધું હતું. અને આ પ્રેમ લગ્ન હતાં એટલે જ તો જાણે કોઈની નજર લાગી ગઈ.

બસ નાના-મોટા ઝઘડા કે જે લગભગ દરેક પતિ-પત્નીઓ માં થતા હોય છે એના કારણે એક વખત પારસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો, અને પૂર્વી પણ ગુસ્સામાં ને ગુસ્સામાં તેના પિયર જતી રહી હતી.

પછી તો પારસ અને પૂર્વી માત્ર કોર્ટમાં જ મળ્યા. આ બાજુ પારસના સગા વાળા તો પેલી બાજુ પૂર્વી ના સગા વાલા એ બંનેને સલાહ આપવાની ચાલુ કરી દીધી.

પછી તો ન પૂર્વી પાછી આવી કે ના પારસ પૂર્વીને પાછી લાવવા ગયો.

***

પૂર્વી ની મમ્મી એ કહ્યું ક્યાં છે તારો સામાન બધો? અહીં તો કંઈ દેખાતું નથી જો તો વેચી નથી માર્યો ને?

“ચૂપ થઈ જાઓ મમ્મી” ખબર નહીં કેમ પરંતુ પૂર્વીના મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા, જ્યારે પારસ વિશે તેના મમ્મીએ આવું કહ્યું ત્યારે…

પછી સ્ટોર રૂમમાં રહેલા સામાનમાં થી લીસ્ટ મુજબ નો સામાન કાઢ્યો, તેને મેળવી લીધો અને પછી રૂમમાં પણ તે સામાન લેવા જતી રહી.

પારસના સામાન ને અટક્યા વગર તેને માત્ર પોતાનો જ સામાન જે લિસ્ટ મુજબ હતો તે લઇ લીધો અને પછી પારસ ને પોતાના દાગીના થી ભરેલું બેગ પકડાવી દીધું.

પારસ એ એ બેગ પૂર્વીને જ પાછું આપી ને કહી દીધું કે આપણ તો રાખી લે, તારે મુશ્કેલીના સમયમાં કામ આવશે. મારે આ નથી જોતા.

દાગીના ની કિંમત લાખોમાં હતી!

શું કામ? કોર્ટમાં તો તમારા વકીલ કેટલી વખત ઘરેણા ઘરેણા રાડો પાડી રહ્યા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts