10 વર્ષના લગ્નજીવન પછી છુટાછેડા આપ્યા પણ જેવી પત્ની સામાન લેવા આવી કે…

કોર્ટની વાત કોર્ટમાં જ ખતમ થઈ ગઈ પૂર્વી. ત્યાં તો મને પણ દુનિયાનો સૌથી ખરાબ જાનવર સાબિત કરવા મા બધા લાગ્યા હતા.

આવું સાંભળીને પૂર્વીના મમ્મીએ મોઢું ફેરવી લીધું.

“નથી જોતા, મારે તે દસ લાખ રૂપિયા પણ નથી જોતા.”

કેમ? કહીને પારસ આરામ કરતો હતો ત્યાંથી ઉભો થઇ ગયો

“બસ એમ જ” આટલું કહી પૂર્વી એ પોતાનું મોઢું ફેરવી લીધું

“આટલી મોટી જિંદગી પડી છે, હજુ ઘણી મુસીબતો આવશે કઈ રીતે સામનો કરીશ? લઈ જા હશે તો કામ લાગશે.” આટલું કહીને પારસ એ પણ પોતાનું મોઢું ફેરવી લીધું અને બીજા રૂમમાં જતો રહ્યો. પણ જતી વખતે તેનું મોઢું સતત નીચે જોઈ રહ્યું હતું.

પૂર્વી ની મમ્મી સામાન લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતી. એવામાં પૂર્વીને મોકો મળી ગયો તે પારસ ની પાછળ પાછળ તેના રૂમમાં ચાલી ગઈ.

પારસ નું મોટું અજીબ હતું અને તે કદાચ રડી રહ્યો હતો એવું પૂર્વી ને લાગ્યું. પૂર્વી એ ક્યારે પણ તેને રડતા જોયો ન હતો. આજે પહેલી વખત આવું જોઈને ન જાણે કેમ પણ તે થોડી ભાવુક થઈ ગઈ.

પછી વધુ ભાવુક ન થતા કડક અંદાજમાં બોલી આટલી ચિંતા હતી તો શું કામ છૂટાછેડા આપ્યા?

મેં તને છુટાછેડા નથી આપ્યા… પારસ એ જવાબ આપ્યો

“કાગળ ઉપર સહી તો તે પણ કરી હતી, માફી ન માંગી શકતા હતા.?” પૂર્વી બોલી

“મોકો ક્યારે આપ્યો તારા ઘરવાળાઓએ, જ્યારે પણ ફોન કરતો કાપી નાખતા…”

“ઘરે પણ આવી શકતા હતા ને?”

“ હિંમત નહોતી થતી”

એવામાં પૂર્વી ની મમ્મી આવી અને તેને હાથ પકડીને બહાર લઈ જતા બોલી હવે શું આના મોઢે લાગી રહી છો હવે તો સંબંધ પણ પૂરો થઈ ગયો.

બહાર જઈને સોફા પર બેસીને બંને લોકો સામાન લઈ જવા માટે વાહન ની રાહ જોઈ રહ્યા હતા.

એવામાં પૂર્વી નું ધ્યાન સામે રહેલા તુલસીના છોડ પર ગયું, સુકાઈ ગયેલો છોડ જોઈને યાદ આવી ગયું કે કેવું દરરોજ તે તે છોડને દેખભાળ કરી રહી હતી તેની સાથે જાણે તુલસી પણ ઘર છોડી ગઈ એવું લાગતું હતું.

ખબર નહીં પણ પૂર્વીના મનમાં એક અજીબ ગભરાહટ લાગતી હતી અને ફરી પાછી તે રૂમમાં ચાલી ગઈ, તેની મમ્મીએ પાછળથી બોલાવી પરંતુ તેના પર તેનું ધ્યાન ગયું નહીં. પારસ બેડ ઉપર ઊંધું માથું કરીને સુઈ રહ્યો હતો.

તે રૂમ ને જોવા લાગી આખો રૂમ અસ્તવ્યસ્ત હતો, ઘણા દિવસથી સફાઈ પણ ન થઈ હોય તેવું લાગી રહ્યું હતું.

એવામાં તેના લગ્નની ફ્રેમ દેખાઈ જેમાં પારસ ને ભેટીને તે ઊભી હતી અને ખુબ જ સરસ સ્માઈલ આપીને ફોટો પડાવ્યો હતો.

કેવા સોના ના દિવસો હતા એ હજી તો એવું મનમાં વિચારી રહી હતી કે ફરી પાછું મમ્મી તેને હાથ પકડીને બહાર લઈ ગઈ કારણ કે વાહન આવી ગયું હોવાથી નીકળવાનો સમય થઈ ગયો હતો.

સામાન ગાડીમાં મૂકી રહ્યા હતા, અંદર પારસ ને પણ ગાડી નો અવાજ સંભળાતા તે અચાનક બહાર આવ્યો અને પૂર્વીની પાસે જઈને તેની આંખમાં આંખ મિલાવીને એટલું કહી દીધું કે “ન જા, માફ કરી દે મને!”

કદાચ ત્રણ વર્ષથી પૂર્વી આ શબ્દ સાંભળવા માટે તરસી રહી હોય એવી રીતના સાંભળીને જાણે ધીરજ નો ડેમ તૂટી પડ્યો અને કોર્ટમાંથી આપેલો કાગળનો ટુકડો કાઢીને ફાડી નાખ્યો.

હજી તો તેની મમ્મી કંઈ કહેવા જાય કે તે પહેલા જ પૂર્વી પારસ ને ભેટી પડી. બંને એક બીજા સામે રડી રહ્યા હતા.

દૂરથી પૂર્વી ની મમ્મી એ આ સીન જોઈને સમજી ગઈ કે હૃદયના આદેશ સામે કોર્ટના આદેશ કાગળના ટુકડા થી વધુ કંઈ નથી, તે પણ મનોમન વિચારી રહી હતી કે કદાચ આને પહેલા મલાવી દીધા હોત.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક ગ્રુપમાં દરેક લોકો સાથે શેર કરજો. અને આ સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે કમેન્ટમાં રેટિંગ જરૂર આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts