પત્ની હોય તો આવી, આ વાંચીને તમે પણ આમ જ કહેશો

દિકરો હવે પોતે કમાવા લાગ્યો હતો, આથી વાત-વાત પર તેની માતા સાથે ઝઘડતો. આ એ જ માં હતી જે ક્યારેક પોતાના દિકરા માટે પોતાના પતિ સાથે પણ ઝઘડો કરી નાખતી. પરંતુ હવે દીકરો ફાઈનાન્સિયલ રીતે આઝાદ થઇ ગયો હતો, અને તેના પિતાના ઘણી વખત સમજાવા ઉપર પણ તે ખાસ ધ્યાન ના આપતો અને કહેતો કે આજ તો ઉંમર છે ખાવા-પીવાની, પહેરવાની, અને શોખ પૂરા કરવાની જ્યારે તમારી જેમ મોઢામાં દાંત અને પેટમાં આંતરડું નહીં હોય તો શું કરી શકવાના.

દીકરાની વહુ ખુશી પણ હળી મળીને રહેતા મોટા પરિવાર માંથી આવી હતી, દીકરા ની નોકરી સારી હોવાને કારણે તેનો ફ્રેન્ડ સર્કલ પણ એ જ રીતે મોર્ડન હતું. તે અવારનવાર તેની પત્નીને જુના કપડા છોડીને મોર્ડન બનવા માટે આગ્રહ કરતો, પરંતુ ખુશી ના પાડી દેતી. ત્યારે પતિ કહે તો કે આજકાલ આખો જમાનો આવું કરે છે, એમાં હું કાંઈ નવું નથી કરી રહ્યો. તારા સુખ માટે જ હું બધું કરી રહ્યો છું અને તું છે કે જુનવાણી વિચારો માં જ અટકી છો. ક્વોલીટી લાઈફ શું હોય છે તે તને ખબર જ નથી.

આટલું સાંભળીને વહુ કહેતી કે ક્વોલિટી લાઈફ શું હોય છે તે મારે જાણવું પણ નથી, કારણકે લાઇફની ક્વોલિટી શું હોય હું એ વાતમાં વિશ્વાસ ધરાવું છું.

*****

આજે અચાનક પિતાજી આઈસીયુમાં એડમિટ હતા. હાર્ટ અટેક આવ્યો હતો. ડોક્ટરે બિલ બનાવ્યું, ત્રણ લાખ રૂપિયા બીજા જમા કરાવવાના હતા. પહેલાથી જ એક લાખ રૂપિયા તો ભરી દીધા હતા. પરંતુ હવે આ ત્રણ લાખ રૂપિયા બહુ મોટી રકમ લાગી રહી હતી. તે બહાર બેસીને વિચાર કરતા હતા કે હવે શું કરવું… તેને ઘણા મિત્રો ને ફોન લગાડ્યો કે તેને મદદની જરૂરત છે, પરંતુ મિત્રોએ કંઈને કંઈ બહાના કાઢીને વાત ફેરવી નાખી. આંખોમાં આંસુ અને ઉદાસ પડી ગયેલો ચહેરો લઈને ત્યાં બેઠા હતા. એટલામાં ખુશી ટિફિન લઈને આવી અને કહ્યું કે, “તમારી તબિયત ની કાળજી રાખવી પણ જરૂરી છે. આવી રીતના ઉદાસ બેસવાથી શું થશે? હિંમતથી કામ લો, પપ્પાને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરો. હાલ કંઈક ખાઈ લો પછી પૈસાની વ્યવસ્થા કરજો. હું અહીં પપ્પા પાસે રહું છું અને તમે ટિફિન ખાઈને પૈસાની વ્યવસ્થા કરો.” પતિના આંસુ આંખમાંથી ખરવા લાગ્યા.

“કહ્યું ને તમને કે ચિંતા ન કરો. જે મિત્રો સાથે તમે મોડન પાર્ટી કરો છો તેને ફોન કરો, જુઓ તો ખરા કોણ કોણ મદદ કરવા માટે આવે છે”… પતિ ચૂપચાપ અને સોન પડી ગયેલા ચહેરા સાથે જમીન તરફ જોઈ રહ્યો હતો. ખુશીએ તેને સાંત્વના આપવા પીઠ પર હાથ રાખીને સહેલાવવા લાગી.

“ બધાએ ના પાડી દીધી. બધા લોકોએ કોઈને કોઈ બહાના કાઢીને ના પાડી દીધી, ખુશી! આજે ખબર પડી કે આવી દોસ્તી માત્ર ખીચામાં પૈસા છે ત્યાં સુધી જ ટકે છે. કોઈએ હા ના પાડી પરંતુ તેની પાર્ટીઓમાં મેં લાખો રૂપિયા ઉડાવી દીધા.

“આ દિવસો માટે જ બચાવવા માટે માબાપ કહેતા હતા. હવે કોઈ વાંધો નહિ, તમે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે. કેટલા જમા કરાવવાના છે?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts