મેદસ્વિતા એ દરેકની પરેશાની બની ગઈ છે. ભારત સિવાય પણ બીજા દેશોમાં પણ મેદસ્વિતા એ ખરેખર ગંભીર મુદ્દો બની ગઈ છે. કારણકે લોકોની વયમર્યાદા અને સ્વાસ્થ્યને સીધી અસર પાડતી મેદસ્વીતા ને કંટ્રોલ કરવી ખરેખર મુશ્કેલ થઈ ગઈ છે. પરંતુ અમુક વસ્તુ તેમજ અમુક ટેવ સુધારવામાં આવે અને નિયમિત પણે તમે કસરત કરતા રહો તો મેદસ્વિતા નિયંત્રણમાં રાખી શકાય છે.
અને મેદસ્વિતાને કારણે માત્ર શરીરમાં જ નહિ પરંતુ સ્વાસ્થ્યમાં પણ હાનિકારક અસર પડે છે. માત્ર જીમમાં પરસેવો પાડો અને કલાકો સુધી કસરત કરો એનાથી મેદસ્વિતાને નથી કરી શકાતી પરંતુ અમુક કુટેવો પણ સુધારવી પડે છે. આપણે રાત્રિના સુતા પહેલા અમુક એવી ભૂલો કરી નાખીએ છીએ જે ના હિસાબે આપણે જ મેદસ્વિતાને પ્રોત્સાહન આપીએ છીએ, જાણો અને શેર કરજો
આપણામાંથી ઘણા લોકો એવું માનતા હશે કે રાત્રીના ડિનર ન કરીએ તો શરીર નું વજન ઘટાડી શકાય છે અને આમ સમજીને તેઓ રાત્રીના કંઈ ખાતા જ નથી. પરંતુ જણાવી દઈએ કે જ્યારે આપણે રાતના નથી હોતા ત્યારે આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને સવારે ભૂખ વધુ લાગે છે, વધુ ભૂખ લાગવાને કારણે સ્વાભાવિક રીતે આપણે વધુ ખાઈએ છીએ. જેનાથી વજન ની ખરાબ અસર થઈ શકે છે, આથી જો રાત્રીના ભોજન કરવાની ઈચ્છા ન હોય તો સલાડ કે ફ્રુટ ખાઈ લેવું જોઈએ.
રાતના સમયે ઉપર જણાવ્યું તે પ્રમાણે આપણું પાચનતંત્ર ધીમે કામ કરે છે, કારણકે આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા એટલી ગતિશીલ નથી થતી હોતી જેટલી આપણે જાગતા હોય ત્યારે થાય છે. જ્યારે આપણું શરીર નું પાચન તંત્ર ધીમુ હોય અને તમે રાત્રિના સમયે જો જરૂરત કરતા વધારે ખોરાક ખાઈ લો તો જોઈએ તેટલી કેલરી મળતી નથી અને જે ચરબીમાં પરિણામે છે. આથી રાતના ખાવા સમયે ધ્યાન રાખવું જોઈએ કે તમે કેટલો ખોરાક લો છો, બને ત્યાં સુધી ટીવી જોતા જોતા ખાવાનું ટાળવું જોઇએ કારણ કે ટીવી માં ધ્યાન હોવાથી આપણે કેટલો ખોરાક લઈ રહ્યા છીએ એનું ધ્યાન રહેતું નથી.