રાત્રે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, ઝડપથી વધશે મેદસ્વિતા

જે લોકો રાત્રીના સમયે જમવામાં કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક જેમકે પાસ્તા, પીઝા અને અધિક કેલરીવાળો ખોરાક ખાય, તેઓ ની ચરબી ઝડપથી વધે છે. આથી જો મેદસ્વિતાથી બતો રાતના આ રીતના કોઈ દિવસ જમવું જોઈએ નહીં, રાત્રિના સમયે હંમેશા પ્રોટીનવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. તેમાં ફ્રુટ, શાકભાજી અને ફળ ખાઈ શકાય.

અત્યારે મોટાભાગના લોકો પોતાની જીંદગી માં એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત તેને જમવાનો પણ ટાઈમ મળતો નથી. ઘણી વખત આપણે ઓફિસથી મોડા આવવાને લીધે રાત્રિના જમ્યા બાદ તરત સૂઈ જઈએ છીએ પરંતુ આવો કોઈ દિવસ કરવું જોઈએ નહીં કારણ કે આવું કરવાથી પણ પેટની ચરબી અને શરીર ની મેદસ્વીતા વધે છે. સુતા પહેલાં 3 થી 4 કલાક વહેલું ડિનર કરી લેવું જોઈએ. જેમકે તમે 08:00 ડિનર કરી લો તો 11:00 વાગે સુઈ શકો છો.

ઘણા લોકો રાત્રીના સમયે કોફી પીવાના શોખીન હોય છે, જે નિંદ્રા ની સમસ્યા માં પરિણમી શકે છે. આ સિવાય કોફી માં રહેલી કેલરી વજન વધારવાનું પણ કામ કરે છે. આથી કેફિનયુક્ત ખોરાકની જગ્યાએ ગ્રીન ટી પીવી હિતાવહ છે, આ સિવાય ઘણા લોકો રાત્રિના મીઠું તેમજ આઈસ્ક્રીમ ખાવાનો બહુ પસંદ કરે છે કે જે હકીકત એ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. કારણકે આવું કરવાથી શરીરમાં ચરબી વધે છે. એની જગ્યા પર તમે ફ્રુટ સલાટ નો આનંદ માણી શકો છો.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts