જો તમે પણ છાલ સહિત સફરજન ખાઓ છો તો આ વાંચી લો

સફરજન ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે લગભગ આપણે બધા જાણતા હોઈએ છીએ. કારણ કે નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે “an apple a day keeps doctor away” એટલે કે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓથી દુર રહી શકાય.

બધા લોકોની સફરજન ખાવાની રીત અલગ અલગ હોય છે. અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા હોય છે તો અમુક લોકો છાલ કાઢીને ખાતા હોય છે. આજે અમે જણાવવાના છીએ કે છાલ સહિત ખાતા હોઈએ તો તેના શું ફાયદા થાય છે અને શરીરમાં શું અસર કરે છે

જણાવી દઈએ કે સફરજનની છાલ સહિત ખાવાથી તેના ઘણા ફાયદા મળે છે ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

સફરજનની છાલ આંખ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણકે આંખમાં થતી અમુક બીમારીઓ માં સફરજનની છાલ બીમારીઓને થતા બચાવી શકે છે. પરંતુ સફરજનનું નિયમિત પણે આ રીતે સેવન કરવું જરૂરી છે જેથી તમને આંખને લગતી અમુક બીમારીઓ થતી નથી.

જે લોકોને ડાયાબિટીસ ની સમસ્યા રહેતી હોય તેવા દર્દી માટે સફરજન છાલ સહિત ખાવુ જોઈએ કારણકે આવી રીતના ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.

સફરજનની છાલમાં ઘણા મહત્વના ગુણો રહેલા છે જેમ કે એન્ઝાઈમ, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ વગેરે. જેથી સફરજનની છાલ મેદસ્વિતા તો દૂર કરી જ શકે છે પરંતુ સાથે સાથે અમુક પ્રકારનાં કેન્સરથી પણ બચાવી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts