સૂર્ય નમસ્કાર કરો છો? ન કરતા હોવ તો આ ફાયદા જાણીને કરવા માંડશો
તમારામાંથી ઘણા એવા ઓછા લોકો હશે જેને દરરોજ સવારે કસરત કરવાની આદત હોય. કારણ કે આપણા બધાનું જીવન અત્યારે એ રીતે વ્યસ્ત થઈ ગયું છે કે આપણા માટે જરૂરી ચીજો નો પણ ટાઇમ કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આના કારણે જ લોકો દિવસેને દિવસે વધુ રોગોથી પીડાય છે તેમજ તેઓનું આયુષ્ય પણ ધીમે ધીમે ઘટતું જાય છે.
આપણા આજના બદલાતા ખોરાક ને ધ્યાનમાં લઈએ તો આપણા આજના જંકફૂડ તેમ જ બીજા વધુ ચરબીવાળા ખોરાક ના હિસાબે પણ ઘણા રોગો આપણા શરીરમાં ઘર કરી જાય છે. એ જ રીતે જો પહેલાંની વાત કરીએ તો આપણા જ સગા સંબંધીઓ તેમ જ આપણા જ પૂર્વજો કસરત કરીને તેમ જ કસરત કર્યા વગર પણ તંદુરસ્ત રહેતા હતા.
સૂર્ય નમસ્કાર ની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગાસનના દરેક આસનોમાં સર્વ શ્રેષ્ઠ આસન છે. માત્ર 12 સ્ટેપના આ આસનને કારણે તમારા શરીરમાં સંપૂર્ણ યોગ નો ફાયદો પહોંચાડી શકાય છે. અને સૌથી મહત્વનું કે સૂર્ય નમસ્કાર સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો તેમજ આપણા જેવા યુવાનો માટે ઉપયોગી છે.
બાર યોગાસનોને જોડીને બનેલું આ સૂર્ય નમસ્કાર ના દરેક આસનનો એક મહત્વ છે. સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા તેમ જ તેમાં ક્યા ક્યા 12 આસન નો સમાવેશ થાય છે તે લગભગ બધાને ખબર હશે. કારણકે દરેકને ભણવામાં પણ સૂર્ય નમસ્કાર આવ્યું હશે. સૂર્ય નમસ્કાર કરવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે પરંતુ આજે અમે તેના અમુક મહત્વના ફાયદાઓ વિશે વાત કરવાના છીએ.