જો તમને પણ પેટ ના સહારે સુવાની આદત હોય, તો આ વાંચી લો
માણસ ના જીવનમાં સુવા નું શું મહત્વ છે એ કંઈ કહેવાની જરુર નથી, કારણકે લગભગ બધા જાણતા જ હશો, પરંતુ નિંદ્રા ને લઈને અમુક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. આ જાણકારી બધી ઉંમરના વ્યક્તિઓએ જાણવા જેવી છે.
નિંદ્રા માં જો કંઈ ફેરફાર કે કમી થાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જણાવી દઈએ કે માત્ર નિંદ્રા અધુરી જ નહીં પરંતુ જો સુવાની સ્થિતી એટલે કે પોઝીશન બરાબર ન હોય તો એ પણ સ્વાસ્થ્ય માટે જોખમ ઉભુ કરી શકે છે. જેનાથી ઘણી બીમારીઓ અને તકલીફ થઈ શકે છે, ચાલો જાણીએ વિગતવાર તેના વિશે…
આપણા માંથી ઘણા ને પેટના સહારે એટલે કે ઉંધુ સુવાની આદત હોય છે, જણાવી દઈએ કે આવા લોકોને ઘણી વખત કમરમાં દુખાવા ના પ્રોબ્લેમ થતા હોય છે. આનાથી કમરની જગ્યા પર રહેલ હાડકા નો આકાર બદલી શકે છે! જેના કારણે વધુ દુખાવો પણ થઈ શકે છે.
ઘણી વખત આવી ટેવ હોય ત્યારે ચહેરા પર પણ આની અસર જોવા મળે છે કારણ કે ચહેરાને પુરતા પ્રમાણ માં ઓક્સિજન ન મળે તો ચહેરા પર ખરાબ અસર થઈ શકે છે. જેમ લે શેપ ચેન્જ, કરચલીઓ, ખીલ વગેરે… જેના કારણે આવી ટેવ રાખવી જોઈએ નહીં.