જો તમને પણ પેટ ના સહારે સુવાની આદત હોય, તો આ વાંચી લો
ડોક માં આ સિવાય ગંભીર અસરો પણ થઈ શકે છે જેમ કે ગરદન નું ખેંચાણ, આથી ક્યારેય આવી રીતે સુવાની ટેવ ન પાડવી જોઈએ.
આ સિવાય જ્યારે ઉંધુ સુઈએ ત્યારે ડોક ની સ્થિતી પરફેક્ટ હોતી નથી, કારણ કે તે થોડી સ્લાન્ટ રહે છે, જેનાથી માથાના ભાગમાં લોહી પહોંચવામાં તકલીફ પણ પડી શકે છે, જેનાથી માથામાં દુખાવો થઈ શકે છે.
જે લોકો આ રીતે સુતા હોય તેઓને પાચનક્રીયા ની સમસ્યા થવાની પુરી શક્યતા રહે છે, કારણ કે પેટની અંદર રહેલું ખાવાનું પચવા માટે આ સ્થિતી માં સુવુ એ જરા પણ હિતાવહ નથી. જેનાથી પાચનક્રિયા માં સમસ્યા ઉભી થઈ શકે છે.
આવી વખતે તમને સવાલ થશે કે સાચી રીત કઈ છે જેમાં તે સ્થિતી થી સુઈએ તો સમસ્યા થતી નથી, એના માટે આપણે બીજા લેખમાં વિગતવાર ચર્ચા કરીશુ.