તમારી વહુ નોકરી કરે છે કે ઘરકામ? ત્યારે સસરાએ કહ્યું નોકરી કરે છે પરંતુ વહુ એ કહ્યું કે હું તો ઘરકામ...

દરવાજો ખખડાવવા ના અવાજને કારણે ઘરની શાંતિનો ભંગ થયો. સુરેશભાઈ પોતાના સોફા પર આરામથી ફેલાઈને સૂઈ રહ્યા હતા અને ટીવીમાં ન્યુઝ ચેનલ જોઈ રહ્યા હતા,. અવાજ આવ્યો એટલે તેને તેની વહુને અવાજ આપીને કહ્યું વહુ બેટા, જરા જુઓ તો કોણ આવ્યું છે?

રસોડામાંથી તરત જ હાથ ધોઈને અનિતા ઝડપથી દરવાજા સુધી પહોંચી અને દરવાજા પર ઉભી રહેલી સ્ત્રીએ હસીને અનિતા ને કહ્યું મહિલાઓની સ્થિતિ ઉપર હું એક સર્વે કરી રહી છું. મારે એના માટે જ એક જાણકારી જોઈતી હતી.

હજુ અનિતા કંઈ પણ જવાબ આપે તે પહેલા તેના સસરા સુરેશભાઈ પણ બહાર આવી ગયા. તેના ચહેરા પર પણ ઉત્સુકતા હતી તેને પૂછ્યું કોણ આવ્યું છે વહુ બેટા?

ત્યારે અનિતા કંઈ જવાબ આપે તે પહેલા આવેલી સ્ત્રી એ જ તેને કહ્યું કે દાદા હું સર્વે કરવા માટે આવી છું. એટલે સુરેશભાઈએ તરત જ કહ્યું કે અરે હા બોલો બોલો શું પૂછવું છે તમારે?

સ્ત્રીએ સવાલ પુસ્તક કહ્યું કે તમારી વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

અનિતા વર્ષોથી ઘરકામ કરી રહી હતી, એટલે તે હજી પોતે હાઉસવાઈફ છે એમ કહેવા જઈ રહી હતી એવામાં જ તેના સસરા સુરેશભાઈએ જાણે ગર્વથી જવાબ આપતા હોય તેમ કહ્યું કે તે નોકરી કરે છે.

તે સ્ત્રીએ થોડી જીજ્ઞાશા સાથે પૂછ્યું કે નોકરી કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે?

હવે તો અનિતાના સાસુ પણ બહાર આવી ગયા હતા. સુરેશભાઈએ તેની પત્ની અને તેના દીકરાની વહુ બંને સામે જોઈને કહ્યું કે તે એક નર્સ છે, અમારા જીવનની સંભાળ લે છે. અમારી શાંતિથી ઊંઘનું કારણ છે, અને તેના કારણે જ હું અહીં સોફા પર ફેલાઈને ટીવી જોઈ શકું છું.

અને એટલું જ નહીં અનિતા બેબી સીટર પણ છે, બાળકોની સાર સંભાળ જાતે જ કરે છે અને તેનું બધું જ કામ તેની જવાબદારી એ ચાલે છે. રાતે બાળકોને સુવડાવવા હોય ત્યારે તેનો સહારો મળે પછી જ બાળકોને નીંદર આવે છે.

આટલું જ નહીં મારી વહુ એક શિક્ષક પણ છે, તે બાળકોને ભણાવે છે અને સાથે સાથે ઘરનો સંપૂર્ણ મેનેજમેન્ટ ની જવાબદારી પણ તેની જ છે.

અને જ્યારે મારો દીકરો ઓફિસમાં હોય ત્યારે તેના કામમાં મન રહે અને શાંતિ રહે તેનું ધ્યાન અમારા પરિવારની આ દીકરીના કારણે છે. એટલું જ નહીં મારા દીકરાની આ એડવાઈઝર પણ છે.

સાચું કહું તો અમારા ઘર નું આ એવું પૈડું છે, જેના વગર આ ઘરરૂપી મોટર તો શું દેશની પણ સ્પીડ થંભી જશે.

આટલું બધું સુરેશભાઈ જાણે એક શ્વાસે બોલી ગયા. સામે ઊભેલી સ્ત્રી અત્યંત અચરજ પામી અને તેને જવાબ આપતા કહ્યું દાદા મારા ફોર્મમાં તો આ પ્રકારની જાણકારી ઉમેરવા માટે કોઈ કોલમ જ નથી. જેના કારણે હું તમારી વહુ ને વર્કિંગ વહુ કહી શકું.

સુરેશભાઈ હસવા લાગ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા પછી તો બેન તમારો આ સર્વે અધૂરો ગણાય.

તેનો જવાબ આપતા સ્ત્રીએ કહ્યું પરંતુ દાદા, આ બધું કામ કરે છે તેનાથી તેને કોઈ આવક તો નથી થતી ને?

સુરેશભાઈ સહાનુભૂતિ ભરેલા અવાજમાં બોલ્યા કે હવે તમે આને કઈ રીતે સમજી શકો?. આ દેશની કોઈપણ કંપની આવી વહુઓને સન્માન કે પછી સેલરી નહીં આપી શકે.

પછી ઉમેરતા કહ્યું કે મારી વર્કિંગ વહુની ઇન્કમ અમારા ઘરમાં પ્રસરી રહેલું હાસ્ય છે. જે દરેકના ચહેરા પર છે. આટલું કહેતા કહેતા સુરેશભાઈ ના અવાજમાં ગર્વ મહેસુસ થઈ રહ્યું હતું.

આવેલી મહિલાએ પણ સન્માન સાથે મોઢું નીચે કર્યું અને સમજી ગઈ કે ભલે ગમે તેટલા રૂપિયા કે પૈસા હોય પરંતુ સાચું મૂલ્યાંકન તો રૂપિયા થી અલગ જ હોય છે. તમારું આ વિશે શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો અને આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો. જો તમે પણ વર્કિંગ વહુ હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team