ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન
ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી શકે છે, અને દરેક જગ્યાઓનું ત્યાંનું એક અલગ મહત્વ છે. આમ તો આપણને દરેક જગ્યાએ ફરવું ગમે છે કારણ કે લગભગ જ કોઈ એવું હશે જેને ટ્રાવેલીંગ ન પસંદ હોય, પરંતુ આપણા ભારતની જ વાત કરીએ તો અમુક જગ્યાએ આપણે પરમિશન લઈને જવું પડે છે. જો તમે પરમીટ વગર જાવ તો તમને એન્ટ્રી મળતી નથી. આ નિયમ દરેક ભારતીય તેમજ વિદેશીઓ માટે લાગુ પડે છે.
1. મિઝોરમ
આ પ્રદેશમાં મોટાભાગે આદિવાસીઓની પ્રજાતિ છે. અને તેઓના ધાર્મિક રીતિ-રિવાજ અને કલ્ચર બંને બિલકુલ અલગ છે. મિઝોરમ મા ફરવા માટે ફવાંગપુઈ હિલ્સ, વનતાવાંગ ફોલ, ચિંગ પુઈ હેરિટેજ સાઈટ અને લોકલ ડાન્સ જેવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓ મા આકર્ષણ પેદા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેને જોવા જતાં પહેલાં આપણે પરમિટ લેવી પડે છે.
2. નાગાલેન્ડ
જો તમે નાગાલેન્ડ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે ત્યાં જતાં પહેલા ઈનર લાઈન પરમિટ લેવી પડે છે. નાગાલેન્ડમાં અમુક ટુરિસ્ટ ડેસ્ટિનેશન આવેલા છે જેને જોવા માટે તમારે પરમિટ લેવી જ પડે છે.