એસિડિટી, અપચો, ગેસ નો 1 મિનીટ માં ઈલાજ કરે છે આ અર્ક

આજકાલ આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગો થાય છે. જેનો ઘરગથ્થુ ઈલાજ પણ શક્ય છે. દરેક રોગમાં પહેલા તો ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ, પરંતુ અમુક વખતે આ પ્રયોગનો ઉપયોગ કરીને શરીરના અમુક રોગમાં ઘણી રાહત મળી શકે છે. આપણે જે પ્રયોગ વિશે વાત કરવાના છીએ તે એસીડીટી સિવાય પણ ઘણા રોગમાં ફાયદો પહોંચાડી શકે છે. અને આપણા દરેકના ઘરમાં આ સહેલાઈથી મળી પણ આવે છે.

એસિડીટી એ એક એવી સમસ્યા છે જેમાં પેટ માં કંઈ જમ્યા પછી શરીર માં એસિડ બનવા લાગે છે અને આ ક્યારેક ક્યારેક વધુ ગંભીર પરિસ્થીતી માં પણ મુકાઈ જાય છે જેમ કે ક્યારેક ચક્કર પણ આવવા લાગે છે. અને આ જ એસિડ આગળ જઈને અલ્સર પેદા કરે છે.

તમે જોયું હશે કે જ્યારે પણ આપણે હોટલમાં જઈએ ત્યારે જમ્યા પછી આપણને મુખવાસમાં મોટાભાગે વરિયાળી આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે ભોજન પછી જો થોડી વરીયાળી ખાવામાં આવે તો એમાંથી છુટા પડનારા એન્ઝાઇમ્સ ભોજનને જલ્દી પચાવવામાં મદદ કરે છે. અને અપચા જેવી બીમારીઓ થતી અટકાવે છે.

વરિયાળીના ઔષધીય ગુણ એટલા બધા છે કે તેનું લીસ્ટ લગભગ ઘણી વસ્તુઓ નો સમાવેશ કરી લે છે. વરિયાળી નું નિયમિત પણે સેવન કરવાથી માણસનું મગજ તેજ થાય છે, અપચા ની સમસ્યા રહેતી નથી, ત્વચા નિખરે છે, કબજિયાતની શિકાયત નથી થતી, એસિડિટીને તુરંત આરામ મળે છે, અલ્સર માટે વરિયાળીનો સેવન રામબાણ ઈલાજ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts