ભાભી હોય તો આવી 😮😮😮

“અરે ભાભી, કેટલું લઈ જઈશ હવે? બસ થઈ ગયું.”

“અરે શું થઈ ગયું... ક્યારેક ક્યારેક જ તો આવે છે, જો તુ આમની ભાઈ હોત તો કેમ અડધો ભાગ લઈ લે કે ના લે…

“પણ ભાભી, ભાઈ આટલા ખર્ચામાં છે… તમે આટલો પ્રેમ આપી રહ્યા છો એ જ મારા માટે ઘણું છે…”

અંદાજે એક વર્ષ પછી નણંદ આવી હતી, ખુશિ એ તેને દીકરીની જેમ ઉછેરી હતી. જોકે ખુશીની સાસુ ક્યારેય ઈચ્છતી ન હતી કે પોતાની દીકરી એના ભાભીના સંપર્કમાં રહે પરંતુ તેની દીકરી ખુશીની જાણે દીકરી બનીને જ રહી ગઇ હતી.

આજે થોડા દિવસ રોકાયા પછી દીકરી પાછી પોતાના સાસરે જઈ રહી હતી.

“વહુ, જા કિચનમાં જા દૂધ ઉકળવા મૂક્યું છે.” ખુશીની સાસુએ તેની પાસે આવતા કહ્યું

“એ હા મમ્મી” આટલું કહીને ખુશી રસોડામાં ચાલી ગઈ. જેવી ખુશી રસોડામાં ગઈ કે તેની સાસુએ પોતાની દીકરીને 10000 રૂપિયા સાડી ના પાલવ માંથી કાઢીને આપ્યા.

“આ શું મમ્મી”

“અરે રાખીલે, દીકરા તારા કામ આવશે”

“ પરંતુ મમ્મી, તને આ ક્યાં મળ્યા? તમારી તો કંઈ નોકરી પણ નથી... અને હમણાં જ ભાઈને બાળકોની સ્કૂલની ફી પણ ભરવાની થશે, આ પૈસા એક કામ કરો તમે તેને જ આપી દો. મારા કરતાં વધુ જરૂર ભાઈને છે.”

“ ના દિકરા, તારા પપ્પા મને કંગાળ છોડીને નથી ગયા, આ રાખીલે.”એમ કરીને જબરદસ્ત દીકરી ના હાથ માં રૂપિયા આપીને ખુશીની સાસુ ચાલવા માંડી.

એવામાં દીકરી ને ગયા મહિને આવેલો ભાભી નો ફોન યાદ આવી ગયો…

ભાભી ખૂબ જ પરેશાન હતી, ભાઈને સેલરી મળી હતી અને એમાંથી ૧૦ હજાર રૂપિયા ઘરમાંથી ગાયબ થઈ ગયા તેવું જણાવી રહી હતી.

તેને કંઈક વિચાર્યું, પછી હોલમાંથી થોડું હસી અને રસોડા તરફ જવા નીકળી…

“અચ્છા ભાભી, હું હવે નીકળું છું... અને હા આ દસ હજાર રૂપિયા હમણાં જ સોફા નીચે પડ્યા હતા મને મળ્યા છે. મારા ચપ્પલ ત્યાંથી કાઢવા ગઈ એમાં આ પૈસા મળ્યા છે, કદાચ આપણે તમે જે વિષયમાં ફોન કર્યો હતો એ જ પૈસા લાગે છે.”

ખુશીની આંખમાં આંસુ આવી ગયા, કારણકે તેની સાસુ અને નણંદ ની વાત તેને સાંભળી હતી. નણંદને અત્યંત ભાવથી ભેટી પડી અને ધીમેથી તેના કાનમાં કહ્યું કે “તું જ મારી સૌથી મોટી દીકરી છો”

આટલું કહ્યું એટલે નણંદ અને ભાભી બંને હસવા લાગ્યા, જીવન નું આ પણ એક સુંદર સ્વરૂપ છે.

આ સ્ટોરી તમને કેવી લાગી... નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team