ભાભી હોય તો આવી ???

“અરે ભાભી, કેટલું લઈ જઈશ હવે? બસ થઈ ગયું.”

“અરે શું થઈ ગયું… ક્યારેક ક્યારેક જ તો આવે છે, જો તુ આમની ભાઈ હોત તો કેમ અડધો ભાગ લઈ લે કે ના લે…

“પણ ભાભી, ભાઈ આટલા ખર્ચામાં છે… તમે આટલો પ્રેમ આપી રહ્યા છો એ જ મારા માટે ઘણું છે…”

અંદાજે એક વર્ષ પછી નણંદ આવી હતી, ખુશિ એ તેને દીકરીની જેમ ઉછેરી હતી. જોકે ખુશીની સાસુ ક્યારેય એચડી ન હતી કે પોતાની દીકરી એના ભાભીના સંપર્કમાં રહે પરંતુ તેની દીકરી ખુશીની જાણે દીકરી બનીને જ રહી ગઇ હતી.

આજે થોડા દિવસ રોકાયા પછી દીકરી પાછી પોતાના સાસરે જઈ રહી હતી.

“વહુ, જા કિચનમાં જા દૂધ ઉકળવા મૂક્યું છે.” ખુશીની સાસુએ તેની પાસે આવતા કહ્યું

“એ હા મમ્મી” આટલું કહીને ખુશી રસોડામાં ચાલી ગઈ. જેવી ખુશી રસોડામાં ગઈ કે તેની સાસુએ પોતાની દીકરીને 10000 રૂપિયા સાડી ના પાલવ માંથી કાઢીને આપ્યા.

“આ શું મમ્મી”

“અરે રાખીલે, દીકરા તારા કામ આવશે”

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts