2019માં માં બનવાની છે આ પાંચ અભિનેત્રીઓ, નંબર 2 આપશે બીજા બાળકને જન્મ
ગત વર્ષે ઘણા બોલિવૂડના સેલિબ્રિટીઓના લગ્ન થયા હતા. એવી જ રીતે વર્ષ 2019માં પણ ટેલિવિઝન ક્ષેત્રે મશહૂર સેલિબ્રિટીઓના ઘણા લગ્ન થવાના છે. પરંતુ આજે આપણે એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ જેના લગ્ન તો થઈ ચૂક્યા છે પરંતુ ૨૦૧૯ મા તેઓ બાળક ને જન્મ આપવાની છે.
સુરવીન ચાવલા
ટેલિવિઝન પડદે લોકપ્રિય અભિનેત્રી સુરવીન ચાવલા ના ચહેરા ને તમે ટીવી પર ઘણી વખત જોયો હશે. જણાવી દઈએ કે હવે તો તેને બોલિવૂડમાં પણ કદમ રાખી દીધા છે. સુરવીન ચાવલા એ બધા ની જાણ બહાર એટલે કે ઈટાલીમાં લગ્ન કરી લીધા હતા. અને હાલમાં જ થોડા સમય પહેલા તેને તેનો ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે.
એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર તે તસવીરો પણ શેર કરતી રહે છે, તે હાલમાં પણ પોતાની તાજી તસવીરો શેર કરતી હોય છે જેમાં તેનો નવો લુક પણ જોવા મળે છે.
ઈશા દેઓલ
બોલિવૂડમાં પિતા ધર્મેન્દ્ર અને માતા હેમામાલીની ની પુત્રી ઈશા દેઓલે બોલિવૂડમાં ફિલ્મો તો કરી પરંતુ તેને જોઈએ તેવી સફળતા મળી શકી નહીં. જણાવી દઈએ કે ઈશાએ 2012માં લગ્ન કર્યા હતા, હમણાં જ સામે આવેલી અમુક ખબરો અનુસાર ઈશા જલ્દી જ પોતાના બીજા બાળકની મા બનવા જઈ રહી છે.