|

જો તમે પણ કરો છો આ કામ તો આપી રહ્યા છો કેન્સર ને નિમંત્રણ

ઘણી વખત આપણે જાણતા-અજાણતા માં એવું કરી બેસતા હોઈએ છીએ જેના કારણે આપણાં શરીરના સ્વાસ્થ્ય પણ ગંભીર અસર પડી શકે છે. તો ઘણી વખત આપણને ગંભીર થી અતિ ગંભીર રોગ થઈ શકે છે. એવી જાપડી થોડી ખરાબ આદતોને કારણે ઘણી વખત આપણે બહુ મોટી બીમારીઓનો ભોગ બની જતા હોઈએ છીએ. જેમકે રાત્રિના જમીને તરત જ સૂઈ જવાની ઘણા લોકોને ટેવ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ બધી ખોટી આદતો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડી શકે છે.

ઘણા લોકોને બ્લડ શુગર, બ્લડ પ્રેશર, વજન વધારે હોવું વગેરે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે. જેનો સીધો સંબંધ ખાવાના ખરાબ સમય સાથે પણ હોઈ શકે છે. એટલે કે આપણે જો ખોટા સમયે ખાવાનું ખાઈ એ તો આપણા શરીર માં ઘણી સમસ્યાઓ પ્રવેશી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે મોડી રાત્રે ખાવાનું ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ નો ખતરો વધી શકે છે.

અભ્યાસ અનુસાર કેન્સરના કેસની તપાસ કરવામાં આવી જેમાં આશરે 2200 માણસોએ ભાગ લીધો હતો. અભ્યાસમાં મળી આવ્યું કે જે લોકો રાત્રીના નવ વાગ્યા પહેલા ડિનર કરી લેજે તથા જમ્યા અને સુવા વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખે છે તેઓને પ્રોસ્ટેટ કેન્સર ના વિકાસ ની સંભાવના આશરે ૨૫ ટકા જેટલી ઓછી થઈ જાય છે. જ્યારે જે લોકો રાત્રે દસ વાગે ખાવાનું ખાય છે અને તુરંત જ સૂઈ જતા હોય છે તેવામાં કેન્સરની આશંકા વધી જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts