એસી માં રહેવાવાળા ઓ થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ પાંચ બીમારીઓ

આજકાલના આપણા જીવનમાં, ભૌતિક સુખ ની પાછળ એટલા રચ્યાપચ્યા રહીએ છીએ દરેકના ઘરમાં ભૌતિક સુખ સગવડતા ના સાધનો ધીમે ધીમે વસતા જાય છે. જેમકે વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, એસી વગેરે. અમુક સાધન માણસને મદદગાર સાબિત થાય છે તો અમુક માણસ માટે જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેમાં એસી ની વાત કરીએ તો બહાર ભલે ગમે તેટલી ઠંડી કે ગરમી હોય પરંતુ અંદર ના રૂમ નું તાપમાન આપણે શેઠ કરીએ તે પ્રમાણે કૃત્રિમ રીતે તાપમાન સેટ થાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

માત્ર ઘરની જ નહિ પરંતુ ઓફિસો ની વાત કરીએ તો લગભગ બધી ઓફિસમાં એસી હોય છે. અને જો તમે પણ ઓફિસમાં કામ કરો છો અને એસી મા રહો છો તો આ વસ્તુ જાણવી જરૂરી છે, કારણ કે આપણને આનાથી ઘણા રોગો થઇ શકે છે. ચાલો જાણીએ તેના વિશે વધુ…

ઓફિસ મા કે ઘરમાં વધુ પડતા એસી મા રહેવાથી આપણા શરીરમાં રોગો થઇ શકે છે તેમજ તેનો થવાનો ખતરો વધે છે જેમકે વાઈરલ ઇન્ફેકશન જેવા કે તાવ, શરદી કે ફ્લૂનો ખતરો વધી જાય છે. અને આપણા શરીરનું તાપમાન ઠંડુ ગરમ ફેરફાર થતું રહેતું હોવાથી માથાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે, આથી જો ઠંડા રૂમમાંથી નીકળીને બહાર જવું હોય તો તુરંત જ બહાર જવું જોઈએ નહીં. તરત થયેલો તાપમાનમાં ફેરફાર શરીર માટે ફાયદાકારક નથી.

જે લોકો અમુક સમયે કરતાં વધુ એટલે કે આશરે ત્રણ ચાર કલાકથી વધુ સમય એસી વાળા રૂમમાં બેસે છે તેવા લોકોને સાયનસની સમસ્યા થઈ શકવાની સંભાવના રહે છે, આવું એટલા માટે થાય છે કે એસીના કુલિંગ ના કારણે મ્યુક્સ ગ્રંથિ કઠોર થઈ જાય છે. જો તમે આ બીમારીનું નામ ન સાંભળ્યું હોય તો જણાવી દઈએ કે આપણા હાડકા ની અંદર કેવિટી થાય તેને સાઇનસ કહેવામાં આવે છે.

એસી ની હવામાન વધુ વખત બેસવાથી સાંધાના દુખાવાની પણ સમસ્યા થઈ શકે છે. શીતળ હવા લાગવાથી હાથ અને ઘૂંટણ ના દુખાવા વધી જાય છે. અને અંગોની કાર્યક્ષમતા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો આ દુખાવો લાંબા સમય સુધી રહેતો મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

આંખોમાં પણ એસી નુકસાન પહોંચાડી શકે છે. આંખોમાં આની અસર રૂપે dryness જોવા મળી શકે છે, આ સિવાય આંખમાંથી પાણી નિકળવાની સમસ્યા પણ થઈ શકે છે.

આંખની સાથે સાથે વધુ સમય એસી માં રહેવાથી તમારી ત્વચા સૂકી થવા લાગે છે, અને ત્વચાની નમી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જેના કારણે તમારી ત્વચામાં પ્રત્યક્ષ અસર પહોંચી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.

આથી બને ત્યાં સુધી એસી માં લાંબા સમય સુધી બેસવું જોઈએ નહિ. જેથી આપણું શરીર આવી બીમારીઓનો ભોગ ન બની જાય!

આ એક જરૂરી લેખ છે કારણકે અત્યારના સમયમાં લગભગ બધા લોકોને એસી માં બેસવાની આદત હોય છે, આથી આ લેખને દરેક સુધી પહોંચાડજો જેથી દરેકને આના વિષે જાણકારી મળે.