શાંતિથી વાંચી ને જીવનમાં ઉતારવા જેવો લેખ… દરેક લોકો જોડે શેર કરજો

તમે લગભગ આ કોઈ જગ્યાએ વાંચ્યું અથવા સાંભળ્યું હશે કે ચકલી જ્યારે પણ જીવિત હોય ત્યારે તે કીડીઓ ને ખાય છે. પરંતુ જ્યારે ચકલી મૃત્યુ પામે ત્યારે કીડીઓનું જૂથ જ તેને ખાય જાય છે.

આના ઉપરથી એક વાતની ચોક્કસ સમજદારી લઈ શકાય કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલી શકે છે. અને એટલા માટે જ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું.

ક્યારેય કોઈ લોકોને આપણાથી નીચા ન ગણવા.

એક વૃક્ષ માંથી તમે લાખો માચીસની સળીઓ બનાવી શકો છો પરંતુ એક માચીસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી શકે છે આ વાત મગજમાં રાખવી.

તમે ગમે તેટલા શક્તિશાળી હોવા પરંતુ તમારો સમય મારાથી પણ વધારે શક્તિશાળી છે હશે અને કાયમ રહેશે.

કોઈપણ માણસ ગમે તેટલો મહાન હોય પરંતુ કુદરત ક્યારેય કોઇને મહાન બનવાનો મોકો આપતા નથી.

કોયલ ને જ્યારે કંઠ આપ્યો તો રૂપ લઈ લીધું. રૂપ મોરને આપ્યું તો ઇચ્છા લઇ લીધી. ઈચ્છા માણસને આપ્યો દો સંતોષ લઈ લીધો. સંતોષ સંત ને આપ્યો તો સંસાર લઇ લીધો. સંસાર દેવી-દેવતાઓને ચલાવવા આપ્યો હતો તેની પાસેથી મોક્ષ પણ લઇ લીધો. ક્યારે પણ પોતાની જાત ઉપર અભિમાન ન કરશો એ ઇન્સાન ભગવાને મારા-તમારા જેવા કેટલાય અને માટીથી બનાવ્યા છે અને માટીમાં ભેળવી નાખ્યા છે.

કોઈ પણ મનુષ્ય માત્ર ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરતો હોય છે. એક તેનું નામ ઊચું થાય. એક તેના કપડાં સારા હોય. અને એક તેનું મકાન સુંદર હોય.