શાંતિથી વાંચી ને જીવનમાં ઉતારવા જેવો લેખ… દરેક લોકો જોડે શેર કરજો
કોઈ પણ મનુષ્ય માત્ર ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરતો હોય છે. એક તેનું નામ ઊચું થાય. એક તેના કપડાં સારા હોય. અને એક તેનું મકાન સુંદર હોય.
પરંતુ માણસ જ્યારે આ ધરતીને છોડીને જાય છે ત્યારે ભગવાન તેને ત્રણેય વસ્તુઓ સૌથી પહેલા કાયમી માટે બદલી નાખે છે.
નામ – સ્વર્ગીય થઈ જાય છે. કપડા – કફન બની જાય છે. અને મકાન – સ્મશાન થઈ જાય છે.
જીવનનું આ એક ખૂબ જ કડવું સત્ય છે જેને આપણે સમજવા જ માંગતા નથી.
કોઈ એક મહાપુરુષે જ આ સરસ મજાની પંક્તિ લખી હશે તેને લખ્યું છે એક પથ્થર ફક્ત એક જ વાર મંદિરમાં જાય છે અને તે ભગવાન બની જાય છે જ્યારે મનુષ્ય દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર નો પથ્થર જ રહે છે.
જ્યારે એક મહિલા સંતાનને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે, ન જાણે કેટલુ ત્યાગ કરે છે અને એ જ પુત્ર એક સુંદર પત્ની માટે ઘણી વખત પોતાની માતાનો પણ ત્યાગ કરી દે છે.
દરેક લોકોને જિંદગીમાં દરેક જગ્યાએ સક્સેસ જોઈએ છે એટલે કે જીત જોઈએ છે દરેક લોકોને જીતવું છે. પરંતુ એક ફૂલ વાળા ની દુકાન જ એવી છે જ્યાં આપણે જઈને કહીએ છીએ કે હાર આપજો.
આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો, ખરેખર જીવનમાં ઉતારવા જેવી ઘણી વાતો આ લેખમાંથી મળી શકે છે.