બદલાયેલા લુક પછી હવે બાઈક પર આ રીતે દુકાને પહોંચી દીપિકા, જુઓ વિડિયો
વીડિયોમાં જોઇ શકાય છે કે દીપિકા અને વિક્રાંત બંને એક બાઈક માં આવીને દુકાન સામે ઉભા રહે છે, ત્યાર પછી વિક્રાંત રસ્તો પાર કરીને બીજી તરફ જાય છે અને પછીના સીનમાં તેઓ એકબીજા સાથે વાત કરતા પણ નજરે આવે છે. જેમાં પછી વીડિયો ઝૂમ થતા દીપિકાનો મેકઅપ પણ નજરે આવે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ હમણાં ઘણા દિવસોથી ચર્ચામાં છે.
આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે, આ ફિલ્મ જેના ઉપર બની રહી છે તે લક્ષ્મી અગ્રવાલ પણ ઘણા દિવસોથી ચર્ચામાં છે. તે એસિડ પીડિતા પર આધારિત આ ફિલ્મ છપાક આશરે જાન્યુઆરી ૨૦૨૦ માં રિલીઝ થઈ શકે તેવી શક્યતાઓ છે.
લક્ષ્મી અગ્રવાલ કે જેના પર આધારિત આ ફિલ્મ છે, તેની સ્ટોરી અને ફિલ્મની સ્ટોરી માં કેટલી સામ્યતા છે તે ફિલ્મ આવ્યા પછી ખબર પડે. પરંતુ આ ફિલ્મ હાલ ઘણા સમયથી ચર્ચામાં રહી છે, અને આ ફિલ્મ માં દિપીકા નો લુક પણ ઘણા અંશે એસિડ પીડિતા જેવો દેખાડવામાં આવ્યો છે.