આ સ્ટોરી વાંચી જીવનમાં ઉતારી લો, પછી કોઈની તાકાત નથી તમને સફળ થતાં રોકી શકે

એક વખત એક ભિખારી હતો. એ ભિખારી કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા.

ક્યારેક આ ભિખારી ને ભીખ માં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું.

એક વખત ભીખ માંગતા માંગતા તે એક ટ્રેન મા ચડી ગયો. એમાં એને એક સુટ પહેરેલો વ્યક્તિ જોયો, આથી તેને થયું કે આ વ્યક્તિ વેપારી જેવો લાગી રહ્યો છે તેની પાસે ઘણા પૈસા હશે અને તે ભીખ પણ વધારે આપશે.

તે ત્યાં જઇને ભીખ માંગવા લાગ્યો. પેલો માણસ ત્યાં જ ઊભો હતો. થોડી વાર પછી પેલો સુટ પહેરેલો વ્યક્તિ ભિખારી પર તાડુક્યો કે ના તો પાડી તને તો પણ કેમ અહી ઊભો છે. જતો રે... પણ ભિખારી એ કીધું આપો ને સાહેબ હું જમ્યો પણ નથી. ત્યારે પેલા માણસે કહ્યું "હું તને આપું પણ બદલામાં તું મને શું આપીશ?"

ભિખારી એ કહ્યુ કે મારી પાસે તમને દેવા માટે કંઇ નથી. અને ત્યાંથી ચાલ્યો ગયો.

થોડી વાર પછી ભિખારી એ ટ્રેન ની નીચે ઉતરીને વિચાર્યું કે મારી પાસે દેવા માટે શું છે?

ત્યાં જ એને એક ફૂલ નો છોડ દેખાયો. તેને થોડા ફૂલ તોડી નાખ્યા અને પછી જ્યારે કોઈ તેને ભીખ આપે તો તે તેને ફૂલ આપતો. લોકો ને પણ આ ગમવા લાગ્યું કે આ ભિખારી બધા કરતાં કેટલો અલગ છે. લોકો એને વધુ પૈસા આપવા લાગ્યા. થોડા દિવસો પછી ટ્રેન માં જ પેલો સુટ પહેરેલો માણસ પાછો તેને મળ્યો, ત્યારે ભિખારી એ તેની પાસે જઈને કીધું કે સાહેબ મને ભીખ આપો મારી પાસે આજે તમને દેવા માટે કંઇક છે.

પેલા માણસે થોડા પૈસા આપ્યા તો ભિખારી એ એને ફૂલ આપ્યું. આ જોઈ ને પેલા માણસે કહ્યું કે વાહ સરસ, તને લેણ-દેણ નું જ્ઞાન થઈ ગયું હવે તું ભિખારી નહિ પણ વેપારી છે. તું ઘણું બધુ કરી શકે છે!

ભિખારી ને આ વાત અંદર સુધી અસર કરી ગઈ, ટ્રેન માંથી ઉતરીને તે વિચારમાં પડી ગયો કે સાહેબ ના કહેવા પ્રમાણે હું વેપારી છું તો વેપાર પણ કરી શકું. અને મનમાં ને મનમાં નિર્ણય લીધો કે હું પેલા વેપારી જેવો બની ને દેખાડીશ અને હું પણ સુટ માં ફરીશ. અને પછી તેને જોરથી બુમ પાડી કે હું ભિખારી નહીં વેપારી છું. આજુબાજુ રહેલા લોકો હસવા લાગ્યા ને તેને ગાંડો કહેવા લાગ્યા.

ત્યાર પછી છ મહિના સુધી તે ભિખારી ત્યાં કે બીજા કોઈ રેલ્વે સ્ટેશન પર દેખાયો નહિ. પછી એક દિવસ બે સુટ પહેરેલા માણસ ભેગા થયા. એક માણસ બીજા માણસ ને કહે કે આપણે ત્રીજી વખત મળી રહ્યા છીએ.

ત્યારે બીજા માણસે કહ્યું કે મને લાગે છે કે આપણે પહેલી વખત મળી રહ્યા છીએ. તમને કંઇક ગેરસમજણ થઈ લાગે છે. ત્યારે પેલા માણસે કહ્યું કે જી ના મને કોઈ ગેરસમજણ નથી, હું એ જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાત માં સમજાવ્યું કે આપણી પાસે કંઇ દેવા લાયક ન હોય તો માંગવું જોઈએ નહિ. અને બીજી મુલાકાત માં સમજાવ્યું કે જો હું વિચારું તો શું કરી શકું... તે દિવસથી મેં ફુલો તોડીને વેંચવાનું ચાલુ કર્યુ, પછી ફુલો ખરીદીને વેંચવાનું ચાલુ કર્યુ, આજે મારો ફુલો નો વિશાળ ધંધો છે. પેલો માણસ સાંભળીને ખુશ થઈ ગયો.

સાહેબ પેલા ભિખારી અને આપણામાં ઘણી સામ્યતા છે, આપણને પણ આપણા મન પર વિશ્વાસ નથી કે તે શું કરી શકે. એક વસ્તુ આપણે બધાને સમજવા ની અને જિંદગીમાં ઉતારવાની જરૂર છે કે સૌ પ્રથમ પોતાની જાત પર ભરોસો રાખવો.

આ સમયે એક ગીત યાદ આવે છે... જો સાંભળ્યુ ન હોય તો સાંભળજો મજા આવશૅ! કર હર મેદાન ફતેહ 😍😍😍

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team