|

બ્રેડ ખાતા પહેલા વાંચી લો આ, નહીંતર અફસોસ રહી જશે

બ્રેડ મેંદામાંથી બને છે એ આપણને ખબર હશે, જણાવી દઈએ કે આપણે white બ્રેડની વાત કરીએ છીએ. ઘણી વખત આપણે મેંદા યુક્ત ખોરાક બનાવતા હોઈએ છીએ, જેમાં બ્રેડ પણ સામેલ છે. તમે પણ જો બ્રેડ અવારનવાર ખાતા હોવ તો આ લેખ પૂરેપૂરો વાંચી લેજો. અને સમજી લેજો. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય તો તેને ખોરાક ન ભાવતો હોય તો આપણે તેને બ્રેડ આપીએ છીએ પરંતુ જણાવી દઈએ કે આ વસ્તુ ખરેખર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. આવે વખતે બીમારીમાં તો ક્યારેય બ્રેડ નું સેવન ન કરવું.

આપણને બીજી પણ ખરાબ આદત હોય છે કે ઘણી વખત આપણે સવારે નાસ્તામાં બ્રેડ ખાઈએ છીએ. પરંતુ આ ખરેખર સારું ઓપ્શન નથી. કારણ કે બ્રેડ અને મેંદો બંને શરીર માટે હાનિકારક છે. અને આ બ્રેડ માંથી બનતી સેન્ડવીચ તેમજ જંકફૂડ પણ શરીરને નુકસાન કરે છે તે વાત તમે જાણતા હશો. આ સિવાય પણ બ્રેડ ખાવાથી ઘણા નુકસાન થઈ શકે છે, ચાલો જાણીએ તેના થી થતા નુકશાન વિશે…

મેંદા વિશે તમને ખબર હશે કે મેંદા ને શરીરમાં પચતા વાર લાગે છે. આથી જો બ્રેડ ને નિયમીત પણે ખાવામાં આવે તો તેનાથી વજન વધે છે! એટલે બ્રેડ મેદસ્વિતા લાવી શકે છે.

બ્રેડ માં ગ્લુટન વધારે માત્રા માં હોય છે જે અમુક રોગો નું કારણ બની શકે છે. ઘણા લોકોને ગ્લુટન પચવાની સમસ્યા હોય તો બ્રેડ ખાધા બાદ તેનું પેટ ખરાબ થઈ શકે છે જેનું કારણ ગ્લુટન નું શરીરમાં ઈંટોલરન્સ જવાબદાર છે.

ઘણી વખત તમે નોટીસ કર્યુ હશે કે બ્રેડ ખાધા બાદ પણ આપણી ભૂખ સંતોષાતી નથી! કારણ કે બ્રેડ હેલ્ધી હોતી નથી આથી આવું થઈ શકે છે. જો બ્રેડ નાસ્તામાં ખાતા હોવ તો તુરંત જ છોડી દો કારણ કે નાસ્તો હેલ્ધી જ હોવો જોઈએ. જે બ્રેડ માં પોષક તત્વો ન હોવાને કારણે આપણને હેલ્ધી ખોરાક મળતો નથી.

હૃદય માટે જોખમી બની શકે છે આ બ્રેડ કારણકે બ્રેડમાં વધારે પ્રમાણમાં સોડિયમ હોય છે જે બ્લડપ્રેશર વધારે છે. અને હૃદયરોગની બીમારીઓને પણ વધારી શકે છે. જે લોકોને બ્રેડ ખાવાની ટેવ પડી ગઈ હોય તે લોકો માટે આ જાણવું જરૂરી છે કે તેઓના શરીરમાં ઘણી માત્રામાં મીઠું જમા થઈ ગયું હોય છે જે આપણને બીમાર પડી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts