ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

કોઈપણ દેશની મજબૂતી નક્કી કરવી હોય તો તેના આર્મી ની ફોજ તેમજ તેની પાસે રહેલા હથિયારોનો કાફલો વગેરે પરથી અંદાજ લગાવી શકાય કે દેશ કોઈ નો સામનો કરવા માટે કેટલો મજબૂત છે.

ભારતની આર્મી અને પાકિસ્તાનની આર્મી બંને માં શું તફાવત છે, બંને આર્મીમાં શું તફાવત છે તેમજ તેના થોડા ઇતિહાસ વિશે આજે આ લેખમા જણાવીશું.

સૌપ્રથમ તો ભારતની આર્મી ૧૨૩ વર્ષ જૂની છે. એટલે કે 1 એપ્રિલ ૧૮૯૫ માં આ આર્મી ની સ્થાપના કરવામાં આવી હતી. કે જેનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં મોજુદ છે. ૧૫ જાન્યુઆરી ને આર્મી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પાકિસ્તાનની આર્મી આજથી અંદાજે ૭૧ વર્ષ પહેલા એટલે કે 14 August 1947 ના દિવસે સ્થાપના થઇ હતી. જ્યારે અલગ ભારતથી અલગ પાકિસ્તાન ની રચના કરવામાં આવી ત્યાર પછી જ આ આર્મી બની હતી.

હવે વાત કરીએ સેનાની સ્ટ્રેન્થ વિશે, ભારતની આર્મીમાં અંદાજે ૧૪ લાખ મિલેટ્રી પર્સનલ લોકો હાલમાં સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે અંદાજે દસ લાખ જેટલા જવાન ઇન્ડિયન આર્મી માટે રીઝર્વ્ડ છે. અને એની જગ્યાએ પાકિસ્તાનની આર્મીમાં અંદાજે છ લાખ જેટલા આર્મી માં સક્રિય અને રિઝર્વ તરીકે 60 હજાર જેટલા છે.

ઇન્ડિયન આર્મી ના જ ભાગરૂપે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એર ફોર્સ સહિત પેરામિલેટ્રી ફોર્સ અને CAPF સહિત ઘણી શાખાઓ છે, જેમાં અલગ-અલગ રેન્ક ધરાવતા મિલેટ્રી પર્સનલ મોજુદ છે.

જણાવી દઈએ કે સક્રિય Military પર્સનલ માં આખા વિશ્વમાં ભારતનો બીજો નંબર છે, એટલે કે ચીન પછી સૌથી વધુ મિલેટ્રી પર્સનલ ભારતમાં સક્રિય છે. ભારતનું સંરક્ષણ બજેટ ની વાત કરીએ તો હમણાં જ ત્રણ લાખ કરોડ રૂ નું બજેટ બહાર પાડ્યું છે. જેની સામે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ અંદાજે 77000 કરોડ રૂપિયા જેટલુ છે.

પ્રતીકાત્મક તસ્વીર

વાત જો ટેન્ક સ્ટ્રેન્થ ની કરીએ તો ભારત પાસે 2014 ના એક ડેટા પ્રમાણે 6500 ટેન્ક છે, પાકિસ્તાન પાસે 2900 ટેન્ક છે. નંબર બધું નથી કારણકે જયારે 1965 નું યુદ્વ થયું હતું ત્યારે ભારત પાસે 135 ટેન્ક હતી જયારે પાકિસ્તાન પાસે 220 જેટલી ટેન્ક હતી, છતાં ભારત ની 10 જ ટેન્ક નાશ પામી હતી જ્યારે પાકિસ્તાન ની 100 થી પણ વધુ ટેન્ક નાશ પામી હતી. હાલની વાત કરીએ તો આપણી પાસે પહેલા કરતા ઘણી વધુ ટેન્કો છે.

પ્રતીકાત્મક તસ્વીર

આ સિવાય બીજા ફાઈટર એરક્રાફ્ટ કહીએ કે બીજા ઘણા વેપન પરંતુ ભારત બધામાં પાકિસ્તાન થી વધુ સંખ્યાઓ ધરાવે છે. આધુનિકતા માં પણ કોણ આગળ હશે એ ચોખવટ કરવાની જરૂર નથી.

અને અંતમાં હવે કોણ વધુ મજબુત ફોર્સ ધરાવે છે એ તમે જ કહી શકો છો, અને રહી વાત વિશ્વ ની તો પુલવામાં હુમલા પછી ભારત ની સાથે ઉભા રહેનારાઓ અને ભારત તરફી બયાન આપનારો માં ઈરાન, જર્મની, યુ.એસ.એ સહીત ઘણા દેશો છે. એમાં પણ યુ.એસ ના NSA એ ભારત ના NSA અજિત ડોભાલ ને જણાવ્યું હતું કે ભારત તેના સેલ્ફ ડિફેન્સ માં કાર્યવાહી કરી શકે છે.

ભારત ની એક ખાસિયત રહી છે કે આપણે કોઈ પણ વખત યુદ્ધ ની શરૂઆત નથી કરી, પણ પૂરું કરવામાં કંઈ કસર પણ નથી છોડી. આપણી સામે થયેલા યુદ્ધ ના અંકો આ વસ્તુનો પુરાવો આપે છે.

નોંધ: આ લેખ ઓનલાઈન અને ઓફલાઈન માહિતીઓ ને એકઠી કરીને બનાવવામાં આવ્યો છે, અંદાજીત આ ડેટા માં ક્ષતિ પણ હોઈ શકે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team