ધનતેરસ ઉપર ખરીદો આ વસ્તુ, પૈસાની અછત થશે દૂર

ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે આપણે ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. અને આ ખરીદેલી વસ્તુની દિવાળીએ પૂજા પણ કરતાં હોઈએ છીએ. ઘણા લોકો મોટાભાગે ધનતેરસના દિવસે સોનુ, ચાંદી, અમુક ધાતુની વસ્તુઓ વગેરે ખરીદતા હોય છે. પરંતુ આજે અમે એક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ જે ખરીદવાથી તમારી આર્થિક સ્થિતિ માં બદલાવ આવે છે અને તે મજબૂત થાય છે.

ઘણા લોકોની માન્યતા પ્રમાણે ધનતેરસ ઉપર સોનાની ખરીદી કરવી તે શુભ મનાય છે, અને ઘણા લોકો સોનાની ખરીદી કરતા પણ હોય છે. પરંતુ એવું નથી હોતું કે દરેક લોકો માટે શુભ નિવડે અને દરેક લોકો માટે અશુભ નીવડે.

દર વર્ષે ધનતેરસ પર કંઈક ને કંઈક લેતા હોવ તો તમને ખબર હશે કે ઘણી વખત આપણે ખરીદી કરીએ છતાં પણ આર્થિક નુકશાનનો સામનો કરવો પડતો હોય છે. આથી આપણને એમ થતું હોય છે કે આમા કઈ એવી વસ્તુ લઈએ જેનાથી આર્થિક નુકશાનનો સામનો ન કરવો પડે. એવી જો એક વસ્તુ આ ધનતેરસે લેવી હોય તો તે છે ધાણા. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સૂકા ધાણા. આ ધનતેરસે માત્ર થોડી માત્રામાં જ ધાણા ખરીદવાથી આર્થિક પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.

ધનતેરસના દિવસે માત્ર 5-10 રૂપિયાના ધાણા ખરીદો. પછી એને સાચવીને પૂજા ઘરમાં રાખી દો. અને દિવાળીના દિવસે આની પૂજા કરવાનું ચૂકતા નહીં. અને પૂજા થઈ જાય પછી બીજા દિવસે સવારે કોઈપણ કુંડામાં અથવા તમારા બગીચામાં ફેલાવી દો. એવી માન્યતા છે કે ધાણામાંથી ઉગેલા દરેક છોડ આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

તેમજ આ છોડ કઈ રીતના ઉગે છે તેના ઉપરથી પણ અમુક વસ્તુઓ જાણી શકાય છે જેમ કે જો છોડ લીલોછમ ઉગે અથવા પાતળો ઉગે વગેરે સ્થિતિમાં ક્યા લાભ મળી શકે છે તેનું પણ તારણ લગાવી શકાય છે. ચાલો જાણીએ.

જો ધાણામાંથી લીલાછમ છોડ ઉગે છે તો આર્થિક સ્થિતિ મજબૂત અને ઉત્તમ થશે. અને જો છોડ પાતળો હોય તો ઘરમા સામાન્ય કમાણી આવતી રહેશે. આ સિવાય જો કુંડામાંથી બીમાર, પીળા, વગેરે ચોર નીકળે તો તે આર્થિક પરેશાનીઓ નો સંકેત હોઈ શકે છે.

Read more

પિતાના ૬૦મા જન્મદિવસે દીકરાએ ૫૦ હજારની ઘડિયાળ ગિફ્ટ કરી, પણ થોડા દિવસ પછી પિતાને ફરી જૂની ઘડિયાળ પહેરેલા જોઈને દીકરાએ...

વલ્લભભાઈના હાથમાં રહેલી સોય બહુ ધીમેથી હલતી હતી. તેમના ચશ્માના કાચ જાડા હતા. તેઓ ફાટેલા શર્ટના બટન ટાંકવા માટે મથી રહ્યા હતા. રૂમમાં સાવ શાંતિ હતી. માત્

By Just Gujju Things Team

ચાના માત્ર સાત રૂપિયા ચૂકવવાના પૈસા નહોતા એટલે યુવક નીચું જોઈને ઊભો રહ્યો, ત્યારે કિટલીવાળા કાકાએ જે કર્યું તે...

હર્ષદના હાથમાં રહેલી પાતળી સોય વારંવાર લપસી જતી હતી. તેના જૂના શર્ટનું છેલ્લું બટન તૂટી ગયું હતું અને તે તેને સાંધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઓરડામાં પંખા

By Just Gujju Things Team

પૌત્રે દાદાજીને આજના જમાનાનો નવો સ્માર્ટફોન ગિફ્ટ કર્યો, પણ ત્રીજા દિવસે દાદાજીએ ફોન બાજુ પર મૂકીને જે કહ્યું તે...

મગનકાકાના ધ્રૂજતા હાથમાં પિત્તળની એક જૂની નાની ડબ્બી હતી. તેમણે ખૂબ જ સાવચેતીથી તેમાંથી સોપારીનો એક મોટો ટુકડો કાઢ્યો અને જૂના લોખંડના સૂ

By Just Gujju Things Team

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળતાં જ દીકરો મમ્મીને પ્લેનની બિઝનેસ ક્લાસમાં દુબઈ લઈ ગયો, પણ પ્લેનમાં બેઠા પછી માતાએ જે કહ્યું તે...

મનસુખે સીટબેલ્ટના લોખંડી બકલને જોરથી ખેંચ્યું. સુમિત્રાના હાથ તેની સાડીના છેડાને મજબૂતીથી પકડી રાખતા હતા. પ્લેનની અંદરની ઠંડી હવા તેના ગળાને સ્

By Just Gujju Things Team