દિકરા વહુએ કહ્યું "પપ્પા અમારે પ્રી વેડીંગ ફોટોશુટ નથી કરાવવું", પિતાએ કારણ પુછ્યું તો દિકરાએ કહ્યું...

એક મિડલ ક્લાસ પરિવાર હતો, પરિવાર માં પાંચ સભ્યો રહેતા હતા. એક દીકરો એક દીકરી તેના માતા-પિતા અને દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. દાદાજીના ગયા પછી માતા-પિતા ઉપર જવાબદારી વધી હતી અને એટલા માટે જ તે લોકો ખુબ જ કરકસરથી ઘર ચલાવતા અને જેટલી બની શકે તેટલી વધુ બચત કરતા કારણકે તેઓના બંને સંતાનો જ્યારે લગ્ન કરે ત્યારે એ બચત કામ આવે.

કુંજ ભણી-ગણીને આગળ આવ્યો અને થોડા જ સમય પહેલા તેની નોકરી એક મલ્ટીનેશનલ કંપનીમાં લાગી હતી. શરૂઆતમાં તેનો પગાર ઓછો હતો પરંતુ એક વર્ષ પછી તેને સારું ઇન્ક્રિમેન્ટ મળવાનું હતું એટલે તેને તે નોકરી પણ પસંદ કરી લીધી હતી.

જોતજોતામાં એ સમય પણ આવી ગયો જ્યારે મોટો દીકરો કુંજ લગ્ન કરવા જેવડો થઈ ગયો. કુંજની નાની બહેન પ્રિયા તેનાથી ચાર વર્ષ નાની હતી. કુંજ ના લગ્ન માટે એકબીજાને જોવાનું નક્કી કરવામાં આવ્યું. કુંજ અને કવિતા એ બંનેએ એકબીજાને પસંદ કરી લીધા. બંનેના પરિવાર પણ સાથે ભેગા થયા હતા અને બંનેની સગાઇ કરી દેવામાં આવી.

સગાઈ પછી લગ્ન નક્કી કરવા માટે બન્ને વેવાઈ ભેગા થયા અને સંમતિ સાથે એક તારીખ નક્કી કરવામાં આવી. લગ્નને છ મહિનાની વાર હતી.

ધીમે ધીમે લગ્નની તૈયારી શરૂ કરી દીધી. કુંજ માટે કપડાં લેવા માં આવ્યા ઘરમાં બીજા કોઈને જે જરૂર હતી એ બધી વસ્તુઓ વગેરે લેવામાં આવ્યું.

કુંજ ના પિતા અત્યંત ઉત્સાહ મા હતા કારણકે તેનો દીકરો લગ્ન કરી રહ્યો હતો અને તેને થોડા સમય પહેલા સારી નોકરી પણ મળી ગઈ હતી. ધીમે ધીમે દિવસો વિતતા ગયા અને લગ્ન નજીક આવતા ગયા લગ્નને માત્ર પંદર દિવસની વાર હતી ત્યારે કુંજ જ્યારે નોકરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેને તેના પિતાએ કહ્યું કે બેટા આવતી કાલે તારે સવારે ફોટોગ્રાફર ને ત્યાં જવાનું છે એ લોકો તમને પ્રી-વેડિંગ શૂટ કરી આપશે.

કુંજના પિતાને પહેલા તો આવી ખબર ન પડતી પરંતુ બીજાના પ્રસંગમાં જાય ત્યારે જેમ લગ્ન ચાલુ હોય અને બાજુમાં પ્રી-વેડિંગ ના ફોટા વિડિયો વગેરે દેખાડવામાં આવે ત્યારે જ તેને નક્કી કરી લીધું હતું કે મારે પણ કુંજ માટે આવું પ્રી-વેડિંગ શૂટ કરાવવું છે અને લગ્નમાં ખૂબ જ ધામધૂમ કરવી છે.

ફોટોગ્રાફર સાથે એક લાખ 80 હજાર રૂપિયા માં પ્રી-વેડિંગ શૂટ નક્કી કરવામાં આવ્યું હતું. મિડલ ક્લાસ પરિવાર હોવા છતાં કુંજના પિતાએ આ શૂટ નક્કી કરવામાં પાંચ સેકન્ડ પણ લગાડી નહીં અને તરત જ કહ્યું કે આવતીકાલે દીકરા વહુ ને શૂટિંગ માટે મોકલશે.

બીજા દિવસે સવારે દીકરો અને વહુ બંને ત્યાં ફોટોગ્રાફર પાસે ગયા લગભગ એક કલાક નો સમય પણ નહોતો થયો કે તરત જ પાછા આવી ગયા.

દીકરો ઘરમાં પ્રવેશી રહ્યો હતો અને પિતા નું ધ્યાન ગયું એટલે પુછયું કુંજ શું આટલી જ વારમાં શૂટિંગ ખતમ થઈ ગયું કે ફરી પાછું જવાનું છે? અને અત્યારે એ લોકોએ ફોટા પાડ્યા હોય તો મને પણ જરા બતાવ.

દીકરાએ પિતા સામે જોઈને કહ્યું પપ્પા મને ખબર છે તમે મારી રાહ જોઈ રહ્યા હતા પરંતુ મને થોડું કન્ફ્યુઝન હતું એટલા માટે જ હું ફોટોગ્રાફર પાસે ગયો હતો.

કુંજ નો ચહેરો બદલાયેલો જોઈને પિતાએ કહ્યું શું થયું બેટા તને ફોટોગ્રાફર પસંદ ન આવ્યો કશો વાંધો નહીં એવું હોય તો આપણે એનાથી પણ સારા ફોટોગ્રાફરને પ્રી-વેડિંગ માટે કહી દઈશું.

ત્યારે દીકરાએ જવાબ આપ્યો પપ્પા મને ફોટોગ્રાફર માં કશો વાંધો નથી પરંતુ ન જાણે શું કામ મારું મન તો પહેલેથી જ પ્રી-વેડિંગ શૂટ માટે તૈયાર નહોતું થઈ રહ્યું અને મેં કવિતા ને વાત કરી તો એ પણ તરત જ માની ગઈ.

કેમ માની ગઈ એટલે શું માની ગઈ?

પપ્પા ફોટોગ્રાફર સાથે મેં પૈસા ની ચર્ચા કરી હતી એનું બિલ ખૂબ જ વધારે છે તમે તો ત્યાં નક્કી કરીને આવી ગયા હતા અને અડધા પૈસા એડવાન્સમાં પણ ચૂકવી દીધા હતા પરંતુ હું જ્યારે નાનો હતો અને દાદાજી નું અવસાન થયું પછી ઘરની જવાબદારી અચાનક તમારા માથે આવી પડી હતી.

અને જ્યારથી હું સમજણો થયો ત્યારથી તમને ઓવરટાઈમ કરતો જોવું છું તમે તમારી સાધારણ નોકરીમાં પણ કેટલો બધો વધારે સમય આપો છો જેથી કરીને થોડા પૈસા વધારે મળે, તમે અને મમ્મી એ ઘરમાં જેમ કરકસરથી ચલાવ્યું છે અને તમારા માટે કોઈ દિવસ નવા કપડા પણ નથી લીધા અને તહેવાર ઉપર અમને ખુબ જ જલસો કરાવ્યો છે સાથે સાથે તમે ખૂબ બચત પણ કરી છે. આ બધું હું વર્ષોથી જોતો આવું છું અને માફ કરી દો મને પરંતુ મારાથી તમે મહેનતથી કમાયેલા પૈસા ને આમ વેડફવાનો જીવ ન ચાલ્યો.

એટલે મેં ફોટોગ્રાફરને ના પાડી દીધી કે અમારે પ્રી-વેડિંગ શૂટ નથી કરાવું.

તરત જ તેના પિતાએ કહ્યું પરંતુ બેટા, તારે મને…

પિતાની વાત કાપતા તરત જ કુંજ બોલ્યો પપ્પા આપણે લગ્નમાં જે લોકો પ્રી-વેડિંગ ના ફોટા લગાવે છે. એની જગ્યાએ આપણે સગાઈ ના ફોટા લગાવીશું અને આ માત્ર મેં એક એ નક્કી નથી કર્યું કવિતાની સહમતી પણ આ વાતમાં મારી સાથે છે.

પિતાએ કહ્યું પરંતુ બેટા હું ઈચ્છતો હતો કે તમારા બંનેના સુંદર ફોટા ચારે બાજુ લગાડી દેવામાં આવે.

તરત જ દીકરાએ જવાબ આપતા કહ્યું પપ્પા અમારા ફોટો જે તમારી સાથે પણ આવેલા છે, શું એનાથી પણ વધારે સુંદર પ્રી-વેડિંગ ના ફોટો હોઈ શકે ખરા?

પિતા ભાવુક થઈ ગયા અને સાથે સાથે હસવા લાગ્યા અને માત્ર એટલું જ બોલી શક્યા બેટા તું તો ઘણો મોટો થઈ ગયો.

પિતા અને દીકરો બન્ને એકબીજાને ભેટી પડ્યા અને આજુબાજુમાં બધા લોકો ભાવુક થઈ ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

First published on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team