એક સ્ત્રીને અજાણ્યા માણસે કિડનીનું દાન કર્યું, હોસ્પિટલના કેમેરામાં તેનો ચહેરો જોયો તો તે સ્ત્રી જોતી જ રહી ગઈ કારણકે...

નિશા આજે બહુ ખુશ હતી કારણ કે આજે કોલેજ ના છેલ્લા વર્ષ નું છેલ્લું પેપર હતું પરંતુ ખુશી ની સાથે સાથે એક વાત નું દુઃખ પણ હતું કે તેનો પ્રેમી વિશાલ ને હવે તે રોજ રોજ મળી શકશે નહિ બંને એકબીજા ને તેના જીવનસાથી ના રૂપ માં જોઈ રહ્યા હતા અને સાથે જીવન જીવવા ના સપના જોઈ રહ્યા હતા.

પણ આજ પછી બંને ને પોતાના ગામ પાછું ફરવું પડશે અને પોતપોતાના ઘરે જવું પડશે બંને ને છેલ્લા વર્ષ માં જ નોકરી મળી ગઈ હતી પણ તેને હજુ ચાર મહિના પછી નોકરી માં હાજર થવાનું હતું અને બંને એ નક્કી કર્યું કે આ ચાર મહિના માં બંને એકબીજા ને પસંદ કરેછે અને તે વાત તેના માતા પિતા ને સમજાવશે.

નિશા ની સામે એક બહુ મોટી સમસ્યા એ હતી કે તેના ભાઈ ને તો સમજાવી શકી પણ તેના પિતાજી ને સમજાવવું અશક્ય હતું અને પિતાજી ની સામે ભાઈ પણ પિતાજી નો સાથ આપી રહ્યો હતો કારણ કે તેના પિતાજી ની વિચારસરણી માં પ્રેમ લગ્ન ની વાત ઉતારવી એ લોઢા ના ચણા ચાવવા જેટલી મુશ્કેલ હતી.

બંને ના સમાજ ના રીત રસમ માં જમીન આસમાન નો ફરક હતો પણ બંને પ્રેમી પંખીડા વચ્ચે નો પ્રેમ દરિયા ની ઊંડાઈ જેટલો ઊંડો અને મજબૂત હતો હવે નિશાની નોકરી શરુ થઇ ગઈ હતી અને તેના માતા તેની સાથે શહેર માં રહેતા હતા અને પિતાજી પણ ગામડે થી આવતા જતા રહેતા હતા.

જ્યાં સુધી દીકરી ના લગ્ન ના થઇ જાય ત્યાં સુધી માં બાપ નું મન ચિંતાતુર રહેતું હતું અને સારા છોકરા ની તપાસ ચાલી રહી હતી નિશા ની સામે હવે એકજ વિકલ્પ હતો. એ વિશાલ ને ભૂલી જવો અથવા પરિવાર ની સાથે સંબંધ બગડી જાય તેવી તૈયારી સાથે બંને ભાગી ને લગ્ન કરે. અંતે બંને એ કોર્ટમાં લગ્ન કરી લીધા.

અને નિશા ના પરિવારે જાણે દીકરી નું અવસાન થઇ ગયું છે તેમ માની ને તેની સાથે બધી જાત ના સંબંધ કાપી નાખ્યા. નિશા તેના પિતા ને મનાવવા માટે ખુબ જ રડી. અને કરગરી પણ તેના પિતા એક ના બે ના થયા નિશા ને ભરોષો હતો કે પિતાજી અત્યારે ગુસ્સા માં છે.

પણ થોડો સમય વીતતા તેના પિતાજી તેના આ લગ્ન ને સ્વીકારી લેશે પણ વર્ષો સુધી તે સમય આવ્યો જ નહિ અને તેનો પિયર સાથે નો સંબંધ હંમેશ ને માટે સમાપ્ત થઇ ગયો લગ્ન ના અગિયાર વર્ષ પછી નિશા ની જિંદગી માં એક મોટું વાવાઝોડું આવ્યું અચાનક જ નિશા ની બંને કિડની એ કામ કરવાનું બંધ કરી દીધું.

ત્યારે નિશા ને સંતાન માં એક સાત વર્ષ નો દીકરો હતો વિશાલ એક સાથે અનેક સમસ્યા નો સામનો કરી રહ્યો હતો તેમાં કિડની શોધવા ની એક વધુ જવાબદારી આવી પડી ઓપરેશન ઝડપ થી કરવા નું હતું અને કિડની દાન કરવા વાળા ની તપાસ જોરશોર થી ચાલી રહી હતી કારણ કે નિશા ની પાસે સમય બહુ જ ઓછો હતો.

બીજા દિવસે વિશાલ ને ડોક્ટરે બોલાવ્યો અને કહ્યું કે અભિનંદન તમને જોઈતા બ્લડ ગ્રુપ ની કિડની નું દાન મળી ગયું છે. વિશાલે પૂછ્યું કે એ ભગવાન જેવો કિડની નો દાતા કોણ છે ??? ત્યારે ડોકટરે કહ્યું કે હજુ સુધી તો મારે તેની સાથે ફોન પર જ વાતચીત થઇ છે.

ખુબ જ ઝડપથી ઓપરેશનની તૈયારી થવા લાગી અને ડોકટર દ્વારા સફળતા થી ઓપરેશન પૂર્ણ કરવા માં આવ્યું બે ત્રણ દિવસ પછી નિશા ની તબિયત સામાન્ય થતા વિશાલ ડોકટર પાસે ગયો અને કિડની આપનાર ને રૂપિયા આપવાની અને મળવાની વાત કહી.

ત્યારે ડોકટરે કહ્યું કે તે વ્યક્તિ તો આજે સવારે જ હોસ્પિટલે થી રજા લીધી અને નીકળી ગયા છે તેનું નામ પૂછતાં ડોકટરે કહ્યું કે તેને રવિ બતાવ્યું છે હવે નિશા પણ કિડની આપનાર વ્યક્તિ ને મળી ને આભાર માનવા અને તેની જિંદગી બચાવવા માટે ઉતાવળી થતી હતી.

પણ રવિ નામ ના વ્યક્તિ ને તેની સાથે કોઈ જાત ની ઓળખાણ ના હોવાથી ડોકટર ને આગ્રહ કર્યો કે સી સી ટી વી કેમેરા માં આવેલો તેનો ફોટો બતાવો ત્યારે ડોકટરે કેમેરા માં ના દ્રશ્યો બતાવ્યા ત્યારે રવિ નીચે જોઈ ને ચાલી રહ્યો હોવાથી મોઢું તો ના જોઈ શક્યા પણ તેના હાથ પર ના નિશાન પાર થી નિશા ઓળખી ગઈ કે એ રવિ બીજું કોઈ નથી તેનો સગો ભાઈ રાજુ જ છે.

ત્યારે ડોકટરે પણ કહ્યું કે એક ભાઈ નું બલિદાન છે તેની બહેન ની જિંદગી બચાવવા માટે. તમારે એક બીજા સાથે વ્યવહાર ભલે ના હોય પણ તમારું જીવન તમારા સગા ભાઈ એ જ બચાવ્યું છે. અને હા રાજુ જતા જતા કહેતો ગયો છે કે આપણે સામાજિક અને પારિવારિક સંબંધો પૂર્ણ થઇ ગયા છે.

પણ આપણા લોહી ના સંબંધો જીવન પર્યન્ત ચાલુ રહેશે મારુ કામ મેં કરી આપ્યું છે, અને એ માટે થઈ ને આભાર માનવા માટે ઘરે આવવાની જરા પણ જરૂર નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first published on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team