લગ્નના દોઢ મહિના પછી દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આટલા વર્ષ પહેલા જ બંને એ કરી લીધી હતી સગાઈ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ તો એકબીજા જોડે લગ્ન કરી લીધા છે પરંતુ તેઓ લગ્ન પહેલા પણ પોતાના અફેરને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને 2016માં અફવાઓ આવી હતી કે આ બંને લોકોએ સગાઇ કરી લીધી છે પરંતુ આ અફવાઓને રણવીર કે દીપિકા બેમાંથી એક પણ લોકોએ હા કે ના જવાબ આપ્યો ન હતો. હમણાં જ દોઢ મહિના પહેલા એક બીજા લગ્ન કરી લીધા છે ત્યારે દોઢ મહિના પછી દીપિકાએ પોતાના સંબંધને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.
હકીકતમાં વાત એમ છે કે તેને પોતાની સગાઈ ને લઈને ખુલાસો કર્યો છે જો તમે દીપિકા અથવા રણવીરના ફેન હો તો તમને આ વાત સાંભળીને કદાચ ઝટકો પણ લાગી શકે છે. લોકોનું પણ એવું માનવું હતું કે આ વર્ષની શરૂઆતમાં તેઓએ સગાઈ કરી હતી પરંતુ આ બધી વસ્તુ માત્ર એક અફવા હતી. દીપિકાએ જણાવ્યું કે તે ચાર વર્ષ પહેલા જ એકબીજા સાથે સગાઈના બંધનથી બંધાઈ ગયા હતા. પરંતુ આ રહસ્ય તેને આખી દુનિયાથી છૂપાવીને રાખ્યો હતો.
અને આ હકીકત એ દીપિકા પદુકોણે કરેલી વાત છે તેને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એકબીજા સાથે તેને ચાર વર્ષ પહેલા સગાઈ કરી લીધી હતી પરંતુ આ વાતની ખબર કોઈને પડવા દીધી હતી નહીં. વચ્ચે પણ અફવાઓ આવી હતી પરંતુ બેમાંથી કોઈએ અફવા નો જવાબ ન આપતા અફવાઓ શાંત થઈ ગઈ હતી.