વાયરલ થઇ રહેલી આ ક્લિપ Fake છે, જાણો શું છે સત્ય
પાકિસ્તાનના નાપાક કૃત્ય પછી તેનો બદલો લેવાનો હતો, જે ઘણા દિવસથી પેન્ડિંગ હતો. અને ફાઇનલ આજે એટલે કે આજે વહેલી સવારે 3.30 વાગ્યા એરફોર્સે આ બદલો લઇ લીધો હતો. જણાવી દઈએ કે ઇન્ડિયન એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈક એ પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન ના ઘણા આતંકવાદીઓને ઠાર મારી દીધા છે.
અને આ હુમલો કર્યા પછી આખા દેશનો જોશ અત્યારે આસમાન પર છે. અને શું કામ ન હોય, આખરે આપણે આપણા જવાનોના બલિ દાનનો બદલો લીધો છે. પ્રધાનમંત્રીએ પણ સાંત્વના આપી હતી કે જવાનોનું બલિદાન એળે નહીં જાય, અને આ હુમલા થયા પછી આખા દેશ મા જોશ વ્યાપી ગયો છે.
એવામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે આ વિડીયો ઈન્ડિયન એરફોર્સે કરેલી એર સ્ટ્રાઇકનો છે. પરંતુ જણાવી દઈએ કે આ વિડીયો એર સ્ટ્રાઇકનો નથી.
વીડિયોને જોઈને અમને અંદાજ આવી ગયો હતો કે આ વિડીયો માં કંઈક ગરબડ છે. આથી એ વીડિયોના રિસર્ચ કરતી વખતે આ એક ગેમ નો વિડિયો હોવાનું સામે આવ્યુ.
આ વીડિયોમાં જે રીતના દેખાડવામાં આવ્યું છે તેમાં એક જગ્યાએથી હુમલો કરવામાં આવી રહ્યો છે, અને સાથે ગોળીઓ પણ છોડવામાં આવી રહી છે અને બોમ્બ પણ વરસાવવામાં આવી રહ્યા છે.
Indian Air Force strike at #Balakot#SurgicalStrike2 pic.twitter.com/ia0wwXN4Dl
— Komal jha (Bulbul) (@maiwand50) February 26, 2019