આ વખતે IPL ઓપનિંગમાં નહિ થાય ધમાકેદાર સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ કહેશો ઠીક કર્યું
14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી આખો દેશ આક્રોશમાં છે. અને સાથે-સાથે શહીદો ના પરિવાર ના પણ હજી આંસુ સુકાયા નથી. દરેક લોકો પોતાની રીતે આ હુમલાના નુકસાનને ભરપાઇ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. અને એ જ કોશિશમાં આપણું ક્રિકેટ બોર્ડ BCCI શામેલ છે.
અને એ પણ આઇપીએલના રસ્તે. કહેવાય છે કે ભારતમાં આઈપીએલને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. અને દર વખતે ધૂમધામ સેલિબ્રેશન કરવામાં આવે છે, પરંતુ આ વખતે એવું નહીં કરવામાં આવે.અને જે કારણે આ સેલિબ્રેશન અટકાવાયું છે તે જાણીને ખુશી મળશે.
આઇપીએલના ઓપનિંગ સેરેમનીમાં જે રીતે કરોડો રૂપિયા ખર્ચીને Dhoom dham સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું તે આ વખતે નહીં થાય. અને એના જે પૈસા બચી જશે એ પૈસા પુલવામામાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર ને આપવામાં આવશે.
અને આ વાત BCCI ની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર ના વડા વિનોદ રાયે જણાવ્યું.તેને કહ્યું હતું કે આ વખતે આઈપીએલની સેરેમની દર વખતની જેમ નહીં હોય. ઓપનિંગ સેરેમની નું બજેટ ના પૈસા શહીદો ના પરિવાર વાળાઓને આપવામાં આવશે.