અને તેના પછી જે પગલું ભર્યું એ પગલે આખા દુનિયાને દેખાડી દીધું હતું કે ઇઝરાયેલના નાગરિકો ઉપર હુમલો કરવાનો શું અંજામ હોઈ શકે છે. ગોલ્ડા મીઅરએ ઇઝરાયેલી ખેલાડીઓના મોતનો બદલો લેવા માટે ઓપરેશન ‘રેથ ઓફ ગોડ’ છેડી દીધું હતું. અને આ ની જવાબદારી આપી ઇઝરાયલની સૌથી સિક્રેટ એજન્સી મોસાદ ને.

જણાવી દઇએ કે જો તમને મોસાદ વિશે ન ખબર હોય તો ઇઝરાયેલ ની સિક્રેટ એજન્સીનું નામ મોસાદ છે. મોસાદ એ આ ઓપરેશન હાથમાં લીધા પછી આગલા સાત વર્ષ સુધી આખી દુનિયામાં શોધી શોધીને પોતાના ખેલાડીઓના હત્યાકાંડ સાથે જોડાયેલા બધા 35 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મોસાદ પોતાના ટાર્ગેટ ને મારતા પહેલા ફૂલ નો બુકે મોકલતા, જેમાં લખેલું રહેતું કે “તમને યાદ અપાવવા માટે કે અમે ન તો ભૂલીએ છીએ અને ન તો માફ કરીએ છીએ.” બસ આના પછી તે આતંકવાદી ના શરીરમાં ગણીને 11 ગોળીઓ ફૂંકી મારવામાં આવતી હતી.
અને તેઓએ દરેક આતંકવાદી ના શરીર માં 11-11 ગોળીઓ મારી હતી, કારણકે આતંકવાદીઓએ તેના ઇઝરાયેલના ૧૧ ખેલાડીઓને માર્યા હતા.
મોસાદ એ આગલા ૨૦ વર્ષ સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. અને આખી દુનિયામાં ફેલાયેલા પેલેસ્ટાઇનના આતંકવાદીઓને શોધી શોધીને મારી નાખ્યા હતા. અને કદાચ એટલે જ ગોલ્ડા મીઅર ને આયર્ન લેડી કહેવામાં આવ્યું, જે ઇઝરાયેલની દાદીમા હતી.