દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

જિંદગી ને સમજાવતી આ એક વાર્તા કાલ્પનિક હશે પરંતુ આમ વિચારવા જઈએ તો સાચી પણ છે. ભગવાને માણસને કઈ રીત ની જીંદગી આપી છે અને કઈ રીતે જીવી રહ્યો છે તે પ્રમાણેનો મર્મ સમજાવતા એક અનોખી વાર્તા છે, લગભગ તમે વાંચી નહીં હોય.

એક વખત ભગવાને કૂતરાને બનાવ્યો અને કહ્યું તારે આખો દિવસ તારા ઘરના દરવાજે બેસવાનું છે. અને જે કોઈ ત્યાંથી નીકળે કે પસાર થાય તેની તરફ જોઇને ભસવાનું છે, અને હું તને 20 વર્ષની જિંદગી આપું છું.

આથી કૂતરાએ આટલું સાંભળીને કહ્યું કે 20 વર્ષ સુધી હું હસતો રહીશ તે ખરેખર લાંબો સમય છે. મારી એક આજ્ઞા છે કે તમે માત્ર મને દસ વર્ષ આપો અને હું તમને મારી જિંદગી ના બીજા દસ વર્ષ આપી દઈશ.

આથી ભગવાન આ વાત સાંભળીને સહમત થઈ ગયા અને તેને દસ વર્ષનું જીવન આપ્યું.

પછી ભગવાને એક વાંદરો બનાવ્યો અને કહ્યું કે તારે બધા માણસોને મનોરંજન પૂરું પાડવાનું છે, કંઈપણ ખેલકૂદ કે કાંઈ કીમિયો અજમાવીને તારે તેઓને હસાવવાના છે. અને આના માટે હું તને 20 વર્ષનું જીવન આપું છું.

આટલું સાંભળીને વાંદરાએ કહ્યું કે મારે 20 વર્ષ સુધી લોકો ને મનોરંજન પૂરું પાડવાનું? આ ખરેખર બહુ વધારે લાંબો સમય છે, મને માત્ર દસ વર્ષ જ આપો અને બાકીના દસ વર્ષ તમે લઈ લો.

આ સાંભળીને પણ ભગવાન સહમત થઈ ગયા

પછી ભગવાને ગાયને બનાવી અને કહ્યું કે તારે ખેડૂત સાથે આખા દિવસમાં ખેતરમાં જઈને સૂર્યનો પ્રચંડ તાપ સહન કરીને મહેનત કરીને ખેડૂતના પરિવાર ને દૂધ આપવાનું છે. અને આના માટે હું તને 60 વર્ષની જિંદગી આપું છું.

પરંતુ ગાય એ કહ્યું કે ૬૦ વર્ષ સુધી મહેનત કરવી તે મારા માટે ખરેખર બહુ લાંબી જિંદગી થઇ જશે. હું વીસ વર્ષની જિંદગી જીવવા માંગું છું અને બાકીના 40 વર્ષ તમને આપી દઈશ. આ બરાબર છે?

ભગવાને ગાય ની આજ્ઞા પણ સ્વીકારી લીધી અને સહમત થઈ ગયા.

પછી ભગવાને માણસને બનાવ્યો અને કહ્યું કે જા તું દુનિયામાં જઈને ખા, પી, નિંદર કર, રમજે, લગ્ન કરજે અને તારી જિંદગીને ખૂબ જ માણજે. અને આના માટે હું તને 20 વર્ષની જિંદગી આપું છું.

પણ માણસ એ આનો વિરોધ કરતા કહ્યું કે માત્ર ૨૦ વર્ષ જ? ભગવાન, શું તમે મને મારા 20 વર્ષ, અને ચાલીસ ગાયના, 10 વાંદરાના અને દસ કૂતરા ના આપી શકો? આનાથી હું 80 વર્ષ જીવી શકીશ. આટલું કહીને તેને ભગવાન પાસે આજ્ઞા કરી.

ભગવાને કહ્યું તું કહે છે તો આપી જા... એમ કહીને સહમત થઈ ગયા.

સાચી વાત હવે શરૂ થાય છે કારણકે આટલા માટે જ આપણે જિંદગીના પહેલા વીસ વર્ષમાં ખાઈએ-પીએ આનંદ કરીએ છીએ. અને આપણી જાતને માણીએ છીએ. પછીના ચાલીસ વર્ષ આપણા પરિવાર ને સપોર્ટ કરવા માટે નોકરી ધંધાના વગેરેના ગુલામ થઈને અને સૂર્યરૂપી જિંદગીનો ગમે તેવો તાપ આવે તો પણ આપણા પરિવાર ને સપોર્ટ કરીએ છીએ. પછીના દસ વર્ષ સુધી આપણે વાંદરાની જેમ આપણા બાળકના બાળકોને મનોરંજન પૂરું પાડીએ છીએ. અને ત્યાર પછીના દસ વર્ષ સુધી આપણે માત્ર ઘર ના દરવાજે બેસીએ છીએ અને આવતા જતા દરેક લોકો સાથે ભસતા જ હોઈએ છીએ.

બસ આ જ આપણી જિંદગી છે, માણસની જિંદગી કેવી હોય છે તે આ વાર્તા પરથી સમજી શકાય.

શું તમે આ વાત સાથે સહમત છો કે નહીં? તે કમેન્ટમાં જણાવજો

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team