રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની પરંપરા ચાલુ થઈ હતી.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ દિવસે ઘણા લોકો ભગવાન ધન્વન્તરી નું પૂજન કરીને ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવે છે. આ દિવસે લોકો સોનું ચાંદી પીત્તળ તાંબુ વગેરે પોતાના સામર્થ્ય અનુસાર કંઈક ખરીદી કરે છે.

આ વખતે કઈ રાશિ એ કઈ ધાતુની વસ્તુ લેવાથી તેના માટે લાભદાયી સાબિત થશે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું હોય છે, ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે…

વૃષભ, કુંભ અને કન્યા રાશિના લોકોએ ચાંદીની વસ્તુ એટલે કે ચાંદી ધાતુ અત્યંત શુભ રહેશે. આથી આવા લોકોએ પોતાના સામર્થ્ય અનુસાર નાની અથવા મોટી ચાંદીની વસ્તુ ખરીદી કરવી જોઈએ.

મિથુન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે તાંબાની ધાતુ ની કોઈપણ વસ્તુ લઈ શકાય. તાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે તેમ છે.

મેષ રાશિના જાતકો માટે જો તેઓ પિતળની વસ્તુઓ ખરી છે તો તે શુભ સાબિત થશે. આથી ધનતેરસના દિવસે આવા લોકોએ પિતળની કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts