જિંદગીમાં સફળ થવું હોય તો બે મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો

એક ગામડાની આ વાત છે, એક ભાઈ દરરોજ વહેલી સવારે ગામડામાંથી દૂધ એકઠું કરીને શહેરમાં આપવા માટે જતા. અને આ તેમનો નિત્યક્રમ હતો, કોઈપણ કાળે તેઓ સવારે 5 વાગે એટલે ગામડાની બહાર નીકળી ગયા હોય, અને શહેરમાં દૂધ વેચીને અંદાજે ત્રણ કલાક પછી પાછા ફરતાં.

દરરોજનો એક નો એક નિત્યક્રમ તેને વર્ષોથી જાળવી રાખ્યો હતો. અને ધંધામાં પણ ખૂબ જ ઈમાનદારી, કોઈપણ દિવસ દૂધમાં કોઈ પણ વસ્તુની ભેળસેળ કરવાની નહીં.

એક દિવસ સવારે તેઓ દૂધના કેન માં દૂધ ભરીને અંદર ઘરમાં કશું કામ હોવાથી ઘરમાં ગયા, અને આ સમયની વચ્ચે ત્યાં બે કેન પડ્યા હતા જે સ્કૂટરની બંને બાજુ રાખેલા હતા. હવે એવામાં વહેલી સવારે કોઈ મસ્તીખોર છોકરો ત્યાંથી નીકળો અને એને કંઈક મસ્તી કરવાનું મન થયું એટલે બંને કે નું ઢાંકણુ ખોલીને એક એક દેડકો બંને કેન માં નાખી દીધો.

આ વાતથી પેલા ભાઇ બિલકુલ અજાણ હતા કે દૂધ ના કેન ની અંદર દેડકો છે. તે ઘરનું કામ પત્યું એટલે તરત જ બહાર આવીને શહેરમાં જવા માટે બંને કેમ પોતાની ગાડીમાં નાખીને રવાના થયા.

મુસાફરી ચાલુ થઈ ત્યારે પહેલા કેનમાં રહેલા દેડકા એ તરત જ વિચાર્યું કે અરે બાપરે હું આ કઈ મુસીબતમાં ફસાઈ ગયો, ભારેખમ ઢાંકણું મારાથી તો ખુલે તેમ નથી અને આ પહેલા મેં ક્યારેય દૂધમાં સ્નાન કર્યું નથી. અને ઢાંકણા ને તોડવાની હિંમત મારામાં બિલકુલ નથી. બસ હવે મને એવું લાગી રહ્યું છે કે મારી જિંદગીનો અંત આવી જશે અને આવું વિચારીને તેને જીવવાના પ્રયાસો જ છોડી દીધા.

તો હવે જ્યારે પહેલા કે નું ઢાંકણું ખોલવામાં આવ્યું હશે ત્યારે એ દેડકો જીવતો હશે કે કેમ? તમે આસાનીથી જણાવી શકશો કે એ દેડકો મરી ચૂક્યો હશે. કારણ કે એ જે પ્રમાણે વિચારી રહ્યો હતો એ પ્રમાણે વિચારીએ તો તેનું ઢાંકણું ખુલે તે પહેલા દેડકા નો જીવ જતો રહ્યો હોવો જોઈએ.

બીજા કેનમાં પણ એક દેડકો હતો. પરિસ્થિતિ બિલકુલ પહેલા કેન જેવી જ હતી, પરંતુ આ કેનમાં રહેલો દેડકો કંઈક બીજું વિચારી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે ભલે આ ભારેખમ કેન ના ઢાંકણા ને હું ખોલી ના શકું પરંતુ કુદરતે મને તરવાની શક્તિ તો આપી છે. આથી ભલે એને તોડી ને હું બહાર ન નીકળી શકું પરંતુ હું તરતો રહીશ.

અને આટલું બોલીને તે તરવાના પ્રયાસો કરવા લાગ્યો થોડા સમય પછી તેને તરવાનું પણ શીખી લીધું. અને જોતજોતામાં તે તરી રહ્યો હતો એવામાં દૂધમાંથી એક મલાઈ નો પિંડો નજીક આવ્યો તો તેની માથે બેસી ગયો. દેડકા નું વજન બહુ ન હોવાથી તે ત્યાં ને ત્યાં બેસી રહ્યો હતો. જેવું કેનનું ઢાંકણું ખોલવામાં આવ્યું કે તરત જ તે પુરા જોશ થી કૂદકો મારી ને બહાર નીકળી ગયો.

અહીં આ વાર્તા તો પૂરી થઈ જાય છે, ભલે આ એક બિલકુલ કાલ્પનિક વાર્તા છે પરંતુ ખૂબ જ મહત્વનો બોધ આપણને શીખવીને જાય છે કે કોઈપણ મુશ્કેલીના સમયે આપણે હિંમત હારવી જોઈએ નહિ. ભગવાને આપણને જે પણ કંઈ શક્તિ આપી છે જે પણ કંઈ ક્ષમતા આપી છે તે ક્ષમતા અને શક્તિનો પુરેપુરો ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ.

એટલે જ કહેવામાં આવે છે કે વિજેતા કદી મેદાન છોડીને જતો નથી અને મેદાન છોડીને જાય તે કદી વિજેતા બની શકતો નથી. ઈંગ્લીશમાં પણ તેના માટે કહેવત છે કે નેવર ગિવ અપ. એટલે કે ગમે તેવી પરિસ્થિતિ વણસી જાય પરંતુ કોશિશ કરવાનું છોડવું નહીં. અને હિન્દીમાં પણ લગભગ બધા લોકો જાણે છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો કૉમેન્ટમાં લખીને જણાવજો, અને બીજા લોકો સુધી પહોંચાડવા માટે આ સ્ટોરી ને શેર કરજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team