આપણે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા? જાણો કેમ સુવુ જોઈએ

નિંદ્રા નું જીંદગીમાં ઘણું મહત્વ છે, માત્ર આરામ કરવા જ નહીં પરંતુ નિંદર એ દરેક લોકો માટે જરુરી છે. તો નીંદર બગડે તો સ્વાસ્થ્ય બગડે તેઓ પણ ઘણા ડોક્ટર કહેતા હોય છે, અને પૂરતી નીંદર ન આવતી હોય અથવા અધૂરી નીંદર થતી હોય તેમજ નિંદ્રા ને કારણે બીજો સ્ટ્રેસ પણ રહેતો હોય તો આ શરીર માટે જોખમ ઊભું કરી શકે છે. એવી જ રીતે જો તમે નિંદરમાં સરખા ન સુતા હોય તો પણ આપણા શરીરમાં તેની ખરાબ અસર થઈ શકે છે.

જેમ કે ઘણા લોકો જમીને તરત સૂઈ જતા હોય છે જે બિલકુલ પણ ફાયદાકારક નથી, જોકે થોડા સમય પછી જમ્યા બાદ વામકુક્ષી કરી શકાય છે તેના કારણે ઘણા ફાયદા મળી શકે છે. આ સિવાય ઘણા લોકો ઉંધા સુતા હોય છે, પરંતુ આ પણ જરા પણ ફાયદાકારક રહેતું નથી.

જ્યારે તમે ડાબી બાજુ પડખું ફરીને સૂવો ત્યારે શરીરમાં લોહીનો સંચાર વ્યવસ્થિત રીતે થાય છે અને તમને નીંદર પણ સારી આવે છે. આથી ગમે ત્યારે સૂઓ ત્યારે ડાબે પડખે સૂવું જોઈએ જેથી શરીરને હાનિ પહોંચવાને બદલે ફાયદા મળે.

ગર્ભવતી સ્ત્રીઓને પણ ડાબી બાજુ પડખુ રાખીને સૂવાથી ફાયદો પહોંચે છે કારણ કે તેના કારણે ગર્ભસ્થ બાળક પર ખરાબ અસર પડતી નથી, આ સિવાય હાથમાં પગમાં એડી વગેરેમાં સોજો પણ થતો નથી.

જ્યારે તમે ડાબે પડખે સુવો ત્યારે ખાવાનું સારી રીતે પચે છે અને પાચન તંત્ર ઉપર કોઈ જાતનો આંતરિક દબાવ પડતો નથી. આ સિવાય શરીરમાં જમા થયેલ ટોક્ષિન પણ લસિકા તંત્ર ના માધ્યમ થી નીકળી જાય છે.

આ સિવાય ઘણા લોકોને પેટમાં કબજીયાત થવાની સમસ્યા રહેતી હોય છે, આમાં પણ ડાબી બાજુ સૂવાથી તમને રાહત મહેસુસ થઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts