વજન ઘટાડવામાં આ રીતે મદદ કરે છે ખજુર

ખજુર એ એક એવું ફળ છે જે શિયાળો અને ઉનાળો બંને ઋતુ માં મળી આવે છે, મોટાભાગે આને લોકો શિયાળા માં વધુ ખાવાનું પસંદ કરે છે. ખજુર સ્વાદ ની સાથે સાથે તબીયત માટે પણ બહુ ફાયદાકારક હોય છે. ખજુર માં ભરપુર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્ન તત્વો હોય છે જે શરીર માં ઘણા ફાયદા પહોંચાડી શકે છે.ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે...

ઘણા લોકોના ઋતુ બદલવાની સાથે વાળ ખરવા લાગે છે, આ સ્વાભાવિક બાબત છે. આવામાં ઘણી વખત કેમીકલયુક્ત શેમ્પુ નો ઉપયોગ કરવાથી પણ વાળમાં કંઈ ફરક પડતો નથી. ત્યારે જો ખજૂરનું સેવન કરવામાં આવે તો સ્કેલ્પમાં વધારે ઝડપથી લોહીનું પરિભ્રમણ થાય છે. જેથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

આ સિવાય ત્વચા સંબંધી બીમારીઓમાં પણ ખજુર કામમાં આવી શકે છે, ખજૂરમાં રહેલ વિટામિન સી અને ડી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે.

તેમજ નિયમિત પણે ખજૂરનું સેવન કરવાથી કરચલીઓ પડતી નથી.

ખજૂર મા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં ઊર્જા બનાવી રાખે છે. આવામાં જ્યારે પણ શરીરમાં થાક લાગે અથવા તમને નબળાઈ લાગે ત્યારે ખજૂરનું સેવન કરવાથી ઉર્જા મળે છે. તેમજ શરીર ફ્રેશ ફીલ કરે છે.

ઘણા લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એમા પેટ સાફ થતું નથી અને પેટમાં રોગો થવા લાગે છે. પરંતુ કહેવાય છે કે જો પેટ તંદુરસ્ત હોય તો માણસનું શરીર આખું તંદુરસ્ત રહે છે, જણાવી દઈએ કે ખજૂરનું સેવન કબજિયાત માં ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ખજૂરમાં મૌજુદ ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરીને પેટ સાફ કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

ઘણી વખત લોકોને વધુ ખોરાકની ટેવ પડી જાય ત્યારે શરીર મેદસ્વિતાનો શિકાર થઈ જાય છે અને માનવીય શરીર મેદસ્વી થતું જાય છે. આવામાં જો નિયમિત પણે દરરોજ દિવસમાં એક વખત ખજૂર ખાવામાં આવે તો આખા દિવસમાં પણ ઓછી લાગે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team