કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે
પાકિસ્તાન ની હાલત અત્યારે કંગાળ જેવી છે એ તો બધાને ખબર છે. પરંતુ ૧૯ ફેબ્રુઆરીએ પાકિસ્તાને સ્તબ્ધ થઈ જાય એવો દાવો કર્યો કે ભારતમાં જેમ રિઝર્વ બેન્ક છે એ રીતે પાકિસ્તાનમાં સ્ટેટ બેંક છે તેના ગવર્નર એ એક યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન હવે આર્થિક સંકટમાંથી બહાર આવી ચૂક્યું છે. અને એવું પણ કહ્યું કે પાકિસ્તાન હવે સીધા રસ્તા ઉપર ચાલી રહ્યું છે. અને દેશ આર્થિક સંકટ તેમજ ચેલેન્જમાં પાર પડવા માટે સક્ષમ છે. પરંતુ સાથે સાથે પાકિસ્તાનની અમુક ચિંતાઓ પણ જણાવી. અને આ ભાષણ તેમને સાઉદી અરબ માંથી મળેલી મદદ પછી કર્યું. જે જણાવી દઈએ કે સાઉદી અરબમાં થી તેઓને 20 બિલિયન ડોલર એટલે કે અંદાજે એક લાખ 40 હજાર કરોડ કેટલા રૂપિયા થાય.
પરંતુ ચાલો જાણીએ કે બે દિવસ પહેલા પાકિસ્તાન યુદ્ધ ની વાતો તો કરી નાખી હતી, પરંતુ હકીકતમાં તેની હાલત કેટલી કંગાળ છે? તે શુ કામ ભારત સાથે યુદ્ધ લડી જ ન શકે? તેની આવી હાલત કઈ રીતે થઈ, ચાલો જાણીએ
પાકિસ્તાનના રૂપિયા આ સમયે ભારતના રૂપિયા સામે આઠ આના બરાબર છે. એટલે કે તાજા આંકડાઓ જોઈએ તોએક અમેરિકન ડોલર સામે 140 પાકિસ્તાની રૂપિયા જેટલા છે, જે ભારતની વાત કરીએ તો અંદાજે 71 જેટલા છે.
હાલમાં જ પાકિસ્તાન ચીન પાસેથી અંદાજે 13500 કરોડ રૂપિયા નું દેવુ માંગ્યું છે. જે હમણાંનો તાજેતરનો જ બનાવ છે. પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર લગભગ સાડા આઠ હજાર કરોડ સુધી આવી ગયું છે. આ રકમમાંથી માત્ર બે મહિનાની આયાત જ કરી શકાય.
આની ઉપર હાલમાં જ પાકિસ્તાને સંયુક્ત અરબ અમીરાત એટલે કે united arab emirates ત્રણ બેન્કો પાસેથી 20 કરોડ ડોલર એટલે કે અંદાજે 14200 કરોડ રૂપિયા જેટલા દેવાની માંગ કરી છે. આ કરજ ત્રણ બેન્કો પાસેથી માંગવામાં આવ્યું છે જેમાં અમીરાત NBD, બેંક ઓફ દુબઈ અને નૂર બેન્ક આપશે.
આ વાતની પુષ્ટી તેના ફાઇનાન્સ મિનિસ્ટર એ કરી હતી, જેને જણાવ્યું હતું કે દેશના વધતા જતા કરજને ચૂકવવા માટે આ ઉધાર લેવામાં આવી રહ્યું છે.
હવે આ સ્થિતિ પારખી ને તમને કદાચ સવાલ થશે કે પાકિસ્તાનની આવી હાલત માટે જવાબદાર કોણ હોઈ શકે? શું કામ પાકિસ્તાન આ ભારત સુધી પહોંચી ગયું?