કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

આનો જવાબ ચીન હોઈ શકે કારણ કે ચીન પાસેથી પાકિસ્તાન એ ઘણી લોન લીધી છે, એ પછી ચીનની સરકાર પાસેથી હોય કે ચીનની બેન્કો પાસેથી. પાકિસ્તાનની આ હાલત ના જવાબદાર ચીનને એટલા માટે માનવામાં આવે છે કે ચીન પાસેથી પાકિસ્તાન કંઈ પણ વિચાર્યા વગર લોન લેતી રહી, અને જ્યારે ચુકવવાની વાત આવી ત્યારે ચૂકવવા માટે બીજું દેવુ લેવું પડ્યું. અને આવી જ રીતના દેવાના વંટોળમાં ફસાઈ ગયું.

અને આ ઓછું હતું એટલામાં અમેરિકાએ તેની મુશ્કેલીઓને પાછી વધારી દીધી, અમેરિકા પાસેથી તેને અંદાજે 2100 કરોડ રૂપિયા જેટલી મદદ મળવાની હતી, જે અમેરિકાએ રોકી દીધી છે.

અને વાત એ છે કે અમેરિકા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે આ પૈસા આપવાનો હતો. આના પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અરબો ડોલરની મદદ લીધા પછી પણ પાકિસ્તાન તેની ઉપર દગો કરી રહી છે. પાછલા ૧૫ વર્ષમાં ૩૩ અબજ ડોલરથી પણ વધારે મદદ કરવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન તરફથી હંમેશા ખોટું બોલવામાં આવ્યું છે.

International Monetary Fund આ એક એવું સ્થાન છે જે દેવામાં ડુબેલા દેશોને સસ્તુ દેવું આપે છે. અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી એ અહીં પણ દરવાજા ખટખટાવ્યા છે. પરંતુ આ વખતે પાકિસ્તાન નું દેવું કેટલું ઊંડું છે કે IMF પણ તેમાં કંઈ રસ દાખવી રહ્યું નથી. જોકે તેની ટીમ દેશમાં જઈ આવી છે પરંતુ હજુ સુધી કરજ આપવાનો કંઈ નિર્ણય લેવાયો નથી. ૨૦૧૩ પછી પાકિસ્તાન ફરી પાછું આઈએમએફ સામે હાથ ફેલાવવા માટે મજબૂર થઈ ચૂક્યું છે. પરંતુ અમેરિકી પ્રતિબંધને હિસાબે આઇએમએફ પાસે પણ હવે વધુ વિકલ્પો નથી.

હવે આ ચક્કરોમાં ફસાયેલું પાકિસ્તાન ભારતની સાથે યુદ્ધ લડવા માટે ની સ્થિતિમાં છે કે નહીં? આ સવાલ તમને થયો હશે

વિશેષજ્ઞો અનુસાર આ સ્થિતિમાં પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં યુદ્ધ લડી શકે તેવી સ્થિતિમાં નથી. પાકિસ્તાનના ટોચના અર્થશાસ્ત્રી એ એક મેગેઝિનને ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે સાઉદી અરબ એ પાકિસ્તાનને અસ્થાયી મદદ તો કરી છે. પરંતુ જ્યાં સુધી પાકિસ્તાન પોતાની અંદરની સમસ્યાઓને દૂર ન કરે ત્યાં સુધી બધી મુશ્કેલીઓ દૂર થશે નહીં. અને આ સિવાય પાકિસ્તાન હંમેશા વિદેશી મદદ પર નિર્ભર રહેશે.

હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સંકટમાંથી ઉગારવા માટે મજબૂત રણનીતિની જરૂર પડે. હવે અહી ચોખવટ કરવાની જરૂર નથી કે આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન પાસે રોજિંદા ખર્ચા માટે પણ પૈસા નથી. અને એવામાં યુદ્ધ વિશે તે વિચારી પણ ન શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts