લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના
આપણી આઝાદી વખતે આપણા દેશ પર થયેલા અત્યાચારો ને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. આપણા બધા સ્વાતંત્ર્યસેનાનીઓનો માનીએ તેટલો આભાર ઓછો છે. કારણ કે એના કારણે જ આપણને આઝાદી મળી છે.
આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વર્તન અને જીવન બંને કાયમ પ્રેરણાદાયક રહ્યું છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ કે જે ઘટના લાલબહાદુર શાસ્ત્રી જોડે ઘટી ચૂકી છે. અને આ ઘટના તેની વિચારસરણી નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
લાલબહાદુર શાસ્ત્રી ને જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેનું કારણ એ હતું કે તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. અને જ્યારે તેઓની ધરપકડ થઈ ત્યાર પછી તેની દીકરી બીમાર પડી હતી. જેથી જેલના સુપ્રિટેન્ડન્ટ પાસે પેરોલ પર છૂટવા માટે લાલ બાદુર શાસ્ત્રી એ તેની પાસે રજા માંગી હતી.
રજા માંગી એટલે સુપ્રિટેન્ડેન્ટ એ કહ્યું કે તમે મને લખીને આપો કે હું કોઈપણ સમારોહમાં કે રાજકીય પ્રવૃતિમાં ભાગ નહીં લઉ.
પરંતુ શાસ્ત્રીજીએ કહ્યું કે લખવાની કોઈ જરુર નથી. મારા વચન પર વિશ્વાસ રાખો. જેલરે વચન પર વિશ્વાસ રાખીને રજા આપી દીધી.