વહુ ને સાસુએ કહ્યું નીચે આવો, પિયરથી તમારા ભાઈ આવ્યા છે. વહુએ નીચે આવતા આવતા કહ્યું “પરંતુ મારે તો કોઈ ભાઈ જ નથી મમ્મી” પછી રૂમમાં જઈ જોયું તો વહુ…

ઘરમાં પ્રસંગ ની તૈયારીઓ થઇ રહી હતી, માલતીની બંને વહુઓ ના પિયરથી અનેક થેલાઓમાં સામાન અહીં પહોંચાડી દેવામાં આવ્યો હતો. બંને વહુના ભાઈઓએ આ સામાન માલતી બહેનના ઘરે પહોંચાડ્યો હતો.

માલતી બહેન ની સૌથી નાની વહુ શીતલ ના લગ્ન પછી આ પહેલો જ પ્રસંગ આવી રહ્યો હતો. શીતલ ના માતા પિતા શીતલ જ્યારે નાની હતી ત્યારે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. શીતલ ના માતા પિતા નું એક્સિડન્ટ થયા પછી તેના કાકા કાકી એ જ શીતલ ને મોટી કરી હતી.

શીતલ ખુબજ નાની ઉંમરથી હોસ્ટેલમાં રહેવા જતી રહી હતી એટલા માટે ઘર પ્રસંગના રીતિરિવાજો ની તેને બહુ ઓછી જાણકારી હતી. શીતલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તે પૂરતી સુવિધા પણ નહોતી એવી હોસ્ટેલમાં રહેતી હોવા છતાં તેનો કાયમ પહેલો નંબર આવતો.

કોલેજ પૂરી થયા પછી શીતલને કોલેજના કેમ્પસમાંથી જ નોકરી પણ મળી ચૂકી હતી. શીતલ અને મયંક બંને એક જ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા, અને થોડા સમય પછી બંને એકબીજાના મિત્ર બની ગયા હતા અને એકબીજાને તેઓ પસંદ કરવા લાગ્યા હોવાથી પરિવારની સંમતિ સાથે તે બન્નેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

જ્યારે શીતલ એ જોયું કે તેની બંને જેઠાણી ઓ ના પિયરથી બધો સામાન સાડીઓ મીઠાઈઓ વગેરે આવ્યું છે. ત્યારે તેને મનમાં પોતાનો પરિવાર ન હોવાનું ખૂબ જ દુઃખ થવા લાગ્યું. પિયર ના નામે તેના કાકા કાકી નું ઘર હતું પરંતુ તેઓએ શીતલને બાળપણમાં જ હોસ્ટેલમાં એડમિશન કરાવી ને પોતાની જવાબદારી નિભાવી લીધી હતી.

અને થોડા સમય પહેલા તેના લગ્ન નક્કી કર્યા ત્યારે લગ્ન પણ તેના કાકા કાકી એ કરાવી દીધા હતા, હવે તેના પિયરથી કોણ સામાન લઈને આવશે બસ આ જ વિચાર કરી કરીને તે દુઃખી થઈ રહી હતી. જેઠાણીઓ ને મસ્તી મજાક માં હસતા જોઈને પણ તેને એવું લાગ્યું કે કદાચ બંને જેઠાણીઓ તેનો મજાક ઉડાવી રહી છે. વર્ષો પછી આજે ફરી પાછી તેને માતા-પિતાની ખામી સૌથી વધારે મહેસૂસ થઇ રહી હતી.

ધીમે ધીમે પ્રસંગ આગળ વધતો ગયો અને આજના દિવસનો પ્રસંગ પૂરો થઈ ગયો, આ પ્રસંગ દરમિયાન પણ શીતલ માણી નહોતી શકી. કારણ કે તેના મનમાં હજુ પહેલો વિચાર દુઃખી કરી રહ્યો હતો.

બીજા દિવસે સવારે શીતલ તૈયાર થઇ રહી હતી એવા માટેની સાસુએ અવાજ કરીને નીચે બોલાવી અને કહ્યું શીતલ વહુ, તમે નીચે આવો... તમારા પિયરમાંથી સામાન આવ્યો છે.

આ વાક્ય સાંભળીને તૈયાર થઈ રહેલી શીતલ બધું એક બાજુ મુકીને તરત જ કુતૂહલ સાથે નીચે ઉતરીને હોલમાં આવી, આવીને તરત જ પૂછ્યું મારા કાકા અને કાકી આવ્યા છે, ક્યાં છે એ લોકો? મમ્મી જવાબ તો આપો, મને તો ખબર પણ નથી કે એ લોકો આવવાના હતા! કુતૂહલ સાથે શીતલ બધું બોલી.

ત્યારે માલતી બહેને કહ્યું અરે શીતલ બેટા તમારા કાકા કાકી નહિ પરંતુ તમારા ભાઈઓ અને ભાભીઓ બધું લઈને આવ્યા છે. આવું સાંભળીને શીતલ ને વધુ આશ્ચર્ય થયું તેને કહ્યું પણ મમ્મી મારે તો કોઈ ભાઈ જ નથી? તો કોણ લઈને આવ્યું છે?

સાસુએ કહ્યું શીતલ બેટા, રૂમમાં જઈને જોઈ લો, એ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે.

શીતલ ના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે આ વળી કોણ ભાઈ આવ્યા હશે, મનમાં ગડમથલ લઈને તે રૂમ તરફ આગળ વધવા લાગી. ત્યાં જઈને જોયું તો અંદર રૂમમાં તેના જેઠ જેઠાણીઓ ઉભા હતા, તે હજુ પણ આશ્ચર્ય ચકિત થઈને બધું જોઈ રહી હતી. ત્યાં જ પાછળથી માલતી બહેન પણ આવ્યા અને કહ્યું અરે તમારા પિયરથી લોકો આવ્યા છે તો ચા પાણી નું પણ નહીં પૂછો કે શું?

શીતલને કંઇ સમજમાં નહોતું આવી રહ્યું કે શું થઈ રહ્યું છે? તે પોતાના જેઠ જેઠાણી ને જોઈને ફરી પાછું સાસુ સામે જોવા લાગતી તો વળી બીજા લોકો સામે જોવા લાગતી, તેનો આવો માસુમ ચહેરો જોઈને દરેક લોકો હસવા લાગ્યા.

શીતલ ને ફરી પાછું થયું કે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે તે શરમથી નીચું જોવા લાગી કે તરત જ તેની સાસુએ તેને કહ્યું અરે શીતલ બેટા કાલે જ્યારે જેઠાણીના પિયરમાંથી શુકન નો સામાન આવ્યો હતો. ત્યારે અમે બધાએ તમારા ચહેરામાં રહેલી રોનક ગાયબ થઈ જતા જોઈ હતી. અને તમારી ઉદાસીનતા પણ જોઈ લીધી હતી.

માતા-પિતા ન હોવાનું દુઃખ તમારા ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પિયરની મહત્વતા શું હોય તે આપણી સ્ત્રીઓ થી વધારે કોણ સમજી શકે એટલા માટે જ મેં નક્કી કર્યું કે આજે એક નવો સંબંધ બનાવીએ અને તમને તમારા પિયરનું સુખ આપીએ. શીતલ આ બધું સાંભળીને રડવા લાગી તેને આ વાત ઉપર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો.

જે સંબંધો ન હોવાને કારણે તેને ગઈકાલ સુધી મજાક બનવાનો ડર લાગી રહ્યો હતો એ જ સંબંધો એ આજે એક નવી વિચારધારા અપનાવીને શીતલને તેનું પિયર આપ્યું હતું. તે રડતા રડતા તેની સાસુ ને ભેટી પડી અને તેના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળી શક્યો “મા”. ધ્રુસકે ને ધ્રુસકે રડી રહેલી શીતલ ને આજે જાણે પોતાની સાસુ મા પોતાની માં માના દર્શન થઈ ગયા હતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team