સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી. સફળતા તો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી છે.
નવી નવી ફાઉન્ટન પેન ચલણમાં આવી ત્યારે જ્યોર્જ પાર્કર નામના એક યુવાનને પેન ની એક દુકાનમાં કારકુન તરીકે નોકરી મળી. પેન ની હજુ તો શરૂઆત હતી એટલે વારંવાર બગડી જતી અને લોકો ફરિયાદ કરતા હતા. પેન બરાબર ન ચાલે તો એને રીપેર કરી આપવાની કે બદલી આપવાની કોઈ ગેરંટી આપવામાં આવતી નહોતી.
જ્યોર્જ તો સામાન્ય કારકુન છતાં ગ્રાહકને સંતોષ થાય એ રીતે રીપેર કરી આપવાનો પ્રયાસ કરતો. દુકાનમાં જ નહીં, પણ ઘરે લઈ જઈને પોતાના અંગત સમયે, રજાના દિવસોમાં બરાબર ન ચાલતી પેન રીપેર કરતો.
એમના આ વધારાના પ્રયાસનું જતે દિવસે પરિણામ એ આવ્યું કે પેન બનાવનાર કંપની ફાઉન્ટેન બાબતે વિશેષ જાણકારી ધરાવતો થઈ ગયો. એને વિચાર આવ્યો કે એ પોતે જ હવે સારી, ટકાઉ અને આકર્ષક બનાવે તો?
બસ, પછી તો નોકરી સિવાયના મળતા સમયમાં સારામાં સારી પેન કેવી રીતે બનાવી શકાય એ માટેના પ્રયોગો શરૂ કર્યા. છેવટે એણે ઉત્તમ પ્રકારની પેન તૈયાર કરી, એના માટેની પેટન્ટ લીધી અને પેન નું ઉત્પાદન એણે પોતાની ફેક્ટરીમાં શરૂ કર્યું.