જલ્દી પાતળા થવું હોય તો આ છે પેટ ની ચરબી ઓગાળવા ની આયુર્વેદિક દવા

આજકાલના ખોરાકની વાત કરીએ તેમજ આપણા અસ્તવ્યસ્ત જીવનની વાત કરીએ તો તેના હિસાબે ઘણી બીમારીઓ થતી જાય છે. આ સિવાય માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. ખાસ કરીને ઘણા લોકોને પેટની ચરબી વધી જવાનું સમસ્યા રહે છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે તમે ક્યાંય પણ લાંબા સમય સુધી બેસીને કામ કરતા હોવ, ખોરાકમાં ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ હોય તો આ બધાની અસર પહેલા પેટ પર પડે છે. આ સિવાય રોજિંદી કસરત ન થતી હોય તો પણ પેટ વધવા ના ઘણા ચાન્સ રહે છે.

પેટની ચરબી ઘટાડવા માટે ઘણા ઉપાય કારગર સાબિત થઈ શકે છે. અમુક પ્રકારના ડાયેટ પણ મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ આજે અમે આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ જેના કરવાથી પેટની ચરબી તો ઓગળશે સાથે સાથે આ ઉપાય તમે ઘરમાં જ બનાવી શકો છો.

સામગ્રી

  1. અળસી
  2. જીરુ
  3. અજમો

અળસી આપણી પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે. આનો વપરાશ કરતા પહેલા અળસીના બીજ ને 3-4 મિનિટ સુધી ગરમ કરી રાખવા.

જીરું આપણા દરેકના ઘરમાં મસાલા તરીકે વપરાતું હશે, આમાં ખાસ કરીને સૂકું જીરું લેવું. જણાવી દઈએ કે જીરાનું કામ મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું છે આ સિવાય જીરું આપણા શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરે છે. અજમા નો ફાયદો કંઈ કહેવાની જરૂર નથી એ લગભગ બધાને ખબર હોય છે, તે શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદગાર છે.

ચૂર્ણ બનાવવાની રીત

ત્રણ ચમચી અળસીના બીજ, ૨ ચમચી જીરું, અને બે ચમચી અજમાને લઈને બધાને સારી રીતે ભેળવીને પીસી લો. હવે આ ચૂર્ણ તૈયાર છે. પરંતુ ધ્યાન રાખવું કે જીરું સુકુ લેવું. આ ચૂર્ણ પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ આને કઇ રીતે લેશો તે નીચે જાણો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts