આ વાંચીને હવે તમે કોઈ દિવસ પ્રેશર કુકરમાં ખાવાનું નહીં બનાવો
આજના આપણા જીવનમાં અસ્તવ્યસ્ત રહેણીકરણી અને અનિયમિત ખોરાક ને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો પહેલા ના જમાના કરતાં આપણું જીવન ટૂંકું થઈ ગયું છે હકીકત આપણને બધાને ખબર છે. પહેલા ની વાત કરીએ તો ત્યારે ખોરાક માં આજ જેવું જંકફૂડ કે કંઇ જ હતુ નહી. પરંતુ હાલ ની વાત કરીએ તો દરેકના ઘરમાં લગભગ જંકફૂડ ખવાતું જ હોય છે. પરંતુ જણાવી દઈએ કે અમુક વખતે આપણી ઘરની રસોઈ કરવાની આદતો પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
અમે વાત કરી રહ્યા છીએ પ્રેશર કૂકરની. આજે દરેકના ઘરમાં પ્રેશર કુકર હશે જ. અને આપણે સામાન્ય રીતે મોટાભાગનો ખોરાક તેમાં જ બનાવતા હોઈએ છીએ. કે જે પહેલાના જમાનામાં અને હાલમાં પણ ઘણી જગ્યાએ માટીના વાસણમાં ખોરાક બનાવે છે. આપણે પણ માટીના વાસણમાં બનાવેલો ખોરાક ખાતા હોઈએ છીએ, અને આપણને પ્રેશર-કુકર કરતા તે ખોરાક ભાવે પણ છે. અને જણાવી દઈએ કે માટીના વાસણમાં બનાવેલો ખોરાક નુકસાનકારક તો દૂરની વાત પરંતુ ફાયદાકારક પણ એટલો છે.
આપણે ત્યાં વાત કરીએ તો આજથી લગભગ થોડા વર્ષો પહેલાં લગભગ બધા લોકો માટીના વાસણમાં ખોરાક રાંધી ને ખાતા હતા. પરંતુ ટેકનોલોજી વધી તેમ આપણે બધાએ પ્રેશરકુકર તરફ વળી જવાનું નક્કી કર્યું અને આજે લગભગ દરેકના ઘરમાં પ્રેશરકુકરમાં ખોરાક બનતો હશે.
જણાવી દઈએ કે રાજીવ દીક્ષિતજીએ પ્રેશર કુકર અને માટીના વાસણમાં બનાવેલી દાળમાં શું ફરક છે તે જાણવા માટે એક રિસર્ચ કર્યું હતું. આના માટે તેઓએ માટીમાં બનાવેલી દાળને વૈજ્ઞાનીક રીસર્ચ માટે દિલ્હી લઈને ગયા, ૩૬ કલાકની આ મુસાફરીમાં માટી ના વાસણ માં બનાવેલી આ દાળ બગડી ન હતી. એક ફાયદો માટીના વાસણ નો અત્યારે જ મળી ગયો કે તેમાં બનાવેલી વસ્તુ બગડતી નથી અથવા તો લાંબા સમય સુધી ચાલે છે તેમ પણ કહી શકીએ.