માત્ર 10000 રન જ નહીં પરંતુ, આ 10 રેકોર્ડ તોડ્યા વિરાટ કોહલીએ

વિશાખાપટ્ટનમ બીજા વન-ડેમાં કોહલીએ તોફાની બાજી રમીને દરેકને પોતાની તાકાત દેખાડી દીધી, અને માત્ર 129 બોલમાં 157 રન બનાવ્યા, સાથે ૧૩ ચોકા અને ૪ છક્કા પણ માર્યા. આથી એના નામે દસ હજાર રન બનાવવાનો વિક્રમ નોંધાયો, પરંતુ તેને માત્ર દસ હજાર રન કર્યા એટલે નહીં પરંતુ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10000 રન કર્યા હતા.

આ સિવાય કોહલીએ માત્ર 11 ઈનીંગ રમીને સૌથી ઝડપી એક હજાર રન બનાવ્યા. તે આ મામલામાં પણ પહેલા નંબરે આવી ગયા, કારણ કે આ વર્ષમાં અથવા કોઈ પણ વર્ષમાં સૌથી મહત્તમ 15 ઇનિંગમાં 1000 રન બનાવ્યા નો રેકોર્ડ હતો. તે તેને તોડી નાખ્યો

આ સિવાય ભારતીય ધરતી ઉપર તેઓએ ચાર હજારથી ઉપર રન બનાવ્યા. સચિન ધોની પછી તેઓ ત્રીજા ક્રિકેટર બન્યા જેઓએ ભારત ની ધરતી પર ચાર હજારથી વધુ રન બનાવ્યા છે.

આ સિવાય આ ઈનિંગ રમ્યા પછી કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે સચિનના સૌથી વધુ ૧૭૩ રનનો રેકોર્ડ તોડીને તેઓ પણ નંબર વન બની ગયા.

કોહલીએ 2018માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 140 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. જે લગભગ દુનિયામાં કોઈપણ ક્રિકેટર કરતા સર્વાધિક છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts