પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય તે હકીકત એ કોઈ જણાવી શકતો નથી, ઘણા લોકોને જિંદગીમાં એક જ વખત પ્રેમ થતું હોય છે તો આ લોકોને વારંવાર પ્રેમ થતો હોય છે. આ લોકોને અવાર-નવાર પ્રેમ થાય છતાં તેઓને દરેક નવા પાત્ર મા તેનો પાર્ટનર નજર આવે છે. આજે આપણે જણાવવાના છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં રહેલી માન્યતાઓ પ્રમાણે રાશિ પ્રમાણે કેટલી વખત પ્રેમ ના ચક્કરમાં પડતા હોય છે, તો ચાલ કયા રાશિના લોકો કેટલી વખત પ્રેમ કરે છે.
મેષ રાશિના લોકો એક જ વખત પ્રેમ કરતા હોય છે. પરંતુ જો આ પ્રેમમાં તેને દગો મળે તો તેઓ પાછા સાચા પ્રેમની તલાશ કરવા લાગી જાય છે.
એવું માનવામાં આવે છે કે જે લોકોની રાશિ વૃષભ તેઓ પોતાના જીવનમાં ઓછામાં ઓછા બે વખત પ્રેમ કરે છે, પરંતુ દરેક વખતે તેનો પ્રેમ સાચો જ હોય છે.
મિથુન રાશિના જાતકોને ઘણી વખત ચાર વખત જેટલો પ્રેમ થાય છે અને એ પણ ખુબ જ આસાનીથી. કારણ કે આ રાશિના લોકો રિલેશનશિપમાં થી જલ્દી બોર થઈ જતા હોય છે જેના કારણે ઘણી વખત તેને બીજી વખત પ્રેમ થાય છે.
કર્ક રાશિના લોકોને પરફેક્ટ પ્રેમ મળે તેના માટે નું સપનું જોતા હોય છે પરંતુ જો સંબંધ તૂટી જાય તો તેઓ બીજા પ્રેમ ને શોધવામાં સમય વિતાવતા હોય છે.
રાશિના લોકોને એક વખત પ્રેમ સફળ ન થાય તો તેઓ બીજી વાર પણ પ્રેમ કરી બેસે છે, પરંતુ આ રાશિના લોકો ખૂબ જ સમજી વિચારીને જીવનના દરેક પગલા ભરતા હોય છે, એવી જ રીતે તેઓના જીવનના દરેક ફેસલા પણ તે ખૂબ જ સમજી વિચારીને ભરે છે.
કન્યા રાશિના લોકો ને માત્ર એકવાર જ પ્રેમ થાય છે, અને એ પણ અમુક શરતો ના હિસાબ થી જ તેને પ્રેમ થતો હોય છે .