રોહિત શર્મા ના ઘરે થયો દીકરીનો જન્મ, આટલો સમય સુધી નહીં રમે ક્રિકેટ

હાલમાં ભારતે મેલબોર્ન ટેસ્ટ મેચ જીત્યો તેના થોડા કલાક પછી જ રોહિત શર્મા ને જેવા સમાચાર મળ્યા કે તેના ઘરે દીકરી નો જન્મ થયો છે તે તરત મુંબઈની ફ્લાઈટ મા બેસી ગયા હતા.

હાલ તેઓ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવવા રવાના થઇ ગયા છે. પરંતુ તેઓ ચોથો ટેસ્ટ મેચ કે.જે ૩ જાન્યુઆરીએ શરૂ થવાનો છે તે રમી નહીં શકે. જેને મેલબોર્ન માં રમાયેલા ટેસ્ટ દરમ્યાન હાફ સેન્ચ્યુરી પણ મારી હતી. હવે તે તેના પરિવાર સાથે રહી શકે માટે તે ચોથો ટેસ્ટ રમશે નહીં.

જણાવી દઈએ કે તેની જગ્યા પર કદાચ હાર્દિક પંડ્યા પણ આવી શકે છે.

ત્યાંના સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે રોહિત રમે તે દરેક માટે સારું છે. તે પોતાની કાર્યક્ષમતાને લઈને ટીમમાં બેલેન્સ જાળવી શકે છે અને તેની બેટિંગ પણ ટીમને સપોર્ટ કરી શકે છે. પરંતુ હાલ જે તેની રાહ જોઈ રહ્યું છે તે આના કરતા ખૂબ મોટું અને વધુ મહત્વનું છે.

Source: Instagram @rohitsharma45
વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!