માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો

ઘણી ખરી સાસુને લાગતું હોય છે કે લગ્ન પછી દીકરો પોતાની મા વિશે વિચારવાનું બંધ કરી દેશે, જેના કારણે પણ ઘણી વખત તેના સબંધમાં તિરાડ પડવા લાગે છે. પરંતુ સાસુએ આ વાત સમજવી જોઇએ કે માતા ની જગ્યા કોઈ લઈ શકે નહીં. લગ્ન પછી પણ દીકરો પોતાની મા સાથે એટલો જ પ્રેમ કરતો હોય છે જે લગ્ન પહેલા કરતા હોય.

જેમ જેમ સમય બદલી રહ્યો છે તેવી જ રીતના આજના સમયે ઘરની જવાબદારીઓ પતિ પત્ની એક બીજા માં બાટી લેતા હોય છે. આવામાં સાસુ એ સમજવું જોઈએ કે પોતાના દીકરાની જેમ વહુ ને પણ નવી જવાબદારીઓને સંભાળવા દે.

ઘણી વખત જ્યારે પતિ પત્ની ની કોઈ પણ વસ્તુ કે બનાવેલા ભોજન ના વખાણ કરે તો સાસુ ને ગમતું હોતું નથી, ઘણી વખત એવું પણ ફિલ થાય છે કે તેનો દીકરો તેને ભૂલી ગયો છે પરંતુ એવું હોતું નથી.

સાસુ અને વહુ એમાં કોઈ પણ એક પાત્રનો વાંક કાઢવો તે હિતાવહ નથી, પરંતુ બંને પક્ષેથી થોડું જતું કરવામાં આવે તો સંબંધ સાચવી શકાય છે. આથી સાસુ અને વહુ એ પોતાના સુધારવા હોય તો બંનેએ એકબીજાને અનુરૂપ થઈને રહેવું પડે છે. તો જ સબંધ માં સુધારો આવી શકે છે.