તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો
મંદિરનાં ગર્ભગૃહને હંમેશા ઠંડો રાખવામાં આવે છે,પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું કર્યું હોવા છતાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ નું તાપમાન હંમેશા ઊંચું રહે છે અને આ ભગવાનની મૂર્તિને પરસેવો પણ આવે છે જે પૂજારી સમયાંતરે લૂછતાં રહે છે.
કપૂર ના ઘણા પ્રકાર હોય છે એમાંથી એક પ્રકારનું કપૂર એવું આવે છે જે ખાસ કપૂર હોય છે જેને પથ્થર પર લગાવવામાં આવે તો થોડા સમય પછી પથ્થર ચમકવા લાગે છે પરંતુ જણાવી દઈએ કે આ પ્રકારના કપૂરના ભગવાન વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ પર ઉપયોગ કરવામાં આવે તો તેનો મૂર્તિ પર કોઈ પ્રભાવ પડતો નથી.
એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીજીની મૂર્તિમાં જો કાન પાસે ધ્યાન દઈને સાંભળવામાં આવે તો ત્યાંથી સમુદ્રની લહેરો નો અવાજ આવે છે. આપણ એક ખૂબ જ વિચિત્ર અને અત્યંત આશ્ચર્યજનક બાબત છે.
જણાવી દઈએ કે તિરુપતિ બાલાજી મંદિરમાં લગભગ ત્યાંથી 20 થી પણ વધુ કિલોમીટરના અંતર એ આવેલું એક ગામડું છે તે ગામડામાંથી જ મંદિર માટે ફૂલ ફળાદી તેમજ ઘી વગેરે આવે છે. અને આ ગામડામાં બહારના વ્યક્તિઓ નો પ્રવેશ પણ નિષેધ છે. એવું માનવામાં આવે છે કે આ ગામડાના લોકો ખૂબ જ જૂની જીવન શૈલીનો ઉપયોગ કરે છે.
શું તમે આ રહસ્યો પૈકીના એક પણ રહસ્ય પહેલેથી જાણતા હતા? કમેન્ટ કરીને અચૂક જણાવજો, જો તમે પણ તિરુપતિ બાલાજીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય બાલાજી કમેન્ટ કરજો